click here to go to advertiser's link
Visitors :  
04-Apr-2026, Saturday
Home -> Kutch -> New RTO office of East Kutch district will build in Anjar GoG gives all approval
Wednesday, 18-Sep-2019 - Bhuj 11725 views
પૂર્વ કચ્છ જિલ્લાની નવી RTO કચેરી 8.52 કરોડના ખર્ચે ટૂંક સમયમાં અંજારમાં બનશે
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પૂર્વ કચ્છ જિલ્લાની નવી પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીનું અંજાર ખાતે અંદાજે 8.52 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આરટીઓની નવી ઈમારતની માંગણી લાંબા સમયથી રાજ્ય સરકાર સમક્ષ પડતર હતી. અંજારના ધારાસભ્ય અને રાજ્યના પ્રવાસન, સા.શૈક્ષણિક પછાત વર્ગોના રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે રાજ્ય સરકારમાં આ અંગે રજૂઆત કરતાં વાહન વ્યવહાર વિભાગે અંજાર ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી માટે 30,200 ચોરસ મીટર જમીન કચેરીના મકાન માટે ફાળવી છે.

અંજાર વિસ્તારમાં ટ્રાન્સપોર્ટનો ઉદ્યોગ ઘણો વિકસેલો હોઈ કચેરી અસ્તિત્વમાં આવતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંલગ્ન લોકો અને આમજનતાની સુવિધામાં વધારો થશે. વાસણભાઇ આહીરે જણાવ્યું હતું કે, આરટીઓની કચેરી માટે જમીન ફાળવણી અને જરૂરી નાણાંકીય જોગવાઇ સાથે કચેરીની ઈમારતના નકશા/અંદાજોને પણ વહીવટી મંજૂરી આપી દેવાઈ છે. આગામી ટૂંક સમયમાં આરટીઓ કચેરીના નવા મકાનનું બાંધકામ હાથ ધરવામાં આવશે. નવું મકાન તૈયાર થતાં લોકોને સરળતાથી અને ઝડપથી લાયસન્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે.

(Input: Information)

Share it on
   

Recent News  
દહીંસરામાં વાછરડાંના કતલ કેસમાં બેઉ ભાઈ જામીનમુક્તઃ હવે સત્ય શોધશે ગાંધીનગર FSL
 
સસરાંએ ભચાઉ પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી કે ઘરે આવેલી વહુ લૂંટેરી દુલ્હન છે!
 
દિનદયાલ પોર્ટ કંડલાએ ૧૬૦.૧૧ મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરી ઐતિહાસિક સિધ્ધિ મેળવી