કચ્છખબરડૉટકોમ, ભુજઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચિત ભુજ મુલાકાતના પગલે પોલીસ તંત્ર એલર્ટ પર છે તે વચ્ચે માધાપરમાં રબારી યુવકની છરી વડે હત્યા થઈ જતાં પોલીસમાં દોડધામ મચી ગઈ છે. માધાપર બસ સ્ટેન્ડ નજીક આવેલી લોહાણા મહાજનવાડી પાસે આજે બપોરે ૨૦ વર્ષિય યુવકની અન્ય એક યુવકે સરાજાહેર હત્યા કરી નાખી છે. મૃતક યુવક પરેશ રાણાભાઈ રબારી માધાપર યક્ષ મંદિર નજીક આવેલા મફતનગરમાં રહેતો હતો અને દૂધની ફેરી કરતો હતો. આરોપી માધાપર નવાવાસના કોટકનગરનો રહીશ છે. મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો છે. દરમિયાન, આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે રબારી સમાજના યુવકોએ જી.કે. જનરલ હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. જેના પગલે જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીવાયએસપી સહિતના લોકો હોસ્પિટલે દોડી ગયાં છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત તાજા માહિતી મુજબ પોલીસે ઘટના સંદર્ભે મુખ્ય આરોપી સુલેમાન સમાને રાઉન્ડ અપ કરી લીધો છે.
updated at 26-08-2022 20:30
Share it on
|