click here to go to advertiser's link
Visitors :  
02-May-2024, Thursday
Home -> Kutch -> LCB expose gambling from Residence detains nine
Sunday, 15-Apr-2018 - Bhuj 41239 views
ભુજમાં રહેણાંકમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 1.70 લાખના મુદ્દામાલ સાથે 9ની અટક

કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભુજના સરપટ નાકા બહાર બહાર આવેલી શિવનગર સોસાયટીના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગારધામના સંચાલક સહિત નવ ખેલીઓની અટકાયત કરી છે. બાતમીના આધારે પીએસઆઈ એસ.જે.રાણા અને તેમની ટીમે લાભશંકર ગોર નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપીઓ ધાણીપાસા વડે જુગાર રમતાં ઝડપાયાં હતા. પોલીસે આરોપીઓ પાસેથી 1 લાખ 21 હજાર 500ની રોકડ રકમ, 13,500ની કિંમતના સાત મોબાઈલ ફોન અને 35 હજારની બે મોટરસાયકલ સહિત કુલ 1.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લાભશંકર ગોર નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો. આરોપીઓ અને મુદ્દામાલ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે સુપ્રત કરાઈ તેમની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઈ છે.

આરોપીઓની નામાવલિ

(૧)લાભશંકર રતીલાલ ગોર (ઉ.વ.૪૮) (ર)ધર્મેશગર હિરાગર ગુસાઈ (ઉ.વ.૩૦) (૩)દર્શન કાંતિભાઈ ચૌહાણ(વાણંદ) (ઉ.વ.ર૮) (૪)હિરેન દીનેશભાઈ ઠક્કર (ઉ.વ.૩૪) (પ)મુકેશ રામચંદ્ર જગવાણી (સીંધી) (ઉ.વ.૩પ) (૬)ધર્મેશ શંભુગર ગુસાઈ (ઉ.વ.૩૭) (૭)અનીલ ઉર્ફે ઈન્દીસયો બાબુલાલ શાહ (ઉ.વ.પ૧) (૮)અશ્વિન તારાચંદ મહેતા (ઉ.વ.૪૦) (૯)મીતેશ દિનેશભાઈ ઠક્કર (ઉ.વ.ર૭)

Share it on
   

Recent News  
અંજારમાં હેડ કોન્સ્ટેબલને માથામાં કુહાડી ઝીંકી મારી નાખનારા હત્યારાને આજીવન કેદ
 
કેન્દ્ર અને ગુજરાતમાં BJPની ડબલ એન્જિન સરકાર છતાં કચ્છની આ દુર્દશાનો અંત ક્યારે?
 
નખત્રાણાના રાણારામાં વાંકોલ માતાના મંદિરેથી ૨૫ હજાર રોકડાં ભરેલી દાનપેટીની ચોરી