click here to go to advertiser's link
Visitors :  
21-Aug-2026, Friday
Home -> Kutch -> LCB catches IMFL worth Rs 11.16 Lakh near Baraya Mundra again
Monday, 06-Jul-2026 - Mundra 41581 views
પાંચ દિવસમાં બીજી વખત બરાયા નજીક રીઢા બૂટલેગરનો ૧૧.૧૬ લાખનો શરાબ પકડાયો
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ એકવાર મુંદરાના બરાયા નજીક કારાઘોઘા ડેમ વિસ્તારમાં તપાસ હાથ ધરીને લિસ્ટેડ બૂટલેગર રાસુ તગજી સોઢાનો ૧૧.૧૬ લાખનો ૧૫૫ પેટી શરાબ જપ્ત કર્યો છે. પાંચ દિવસ અગાઉ LCBએ આ જ વિસ્તારમાં વૉચ ગોઠવીને રાસુના પાર્ટનર બળવંત જાડેજાને ૨૨.૨૨ લાખના શરાબ સાથે પકડ્યો હતો. બાતમીના આધારે LCBએ કારાઘોઘા ડેમ વિસ્તારમાં બાવળોની ઝાડીઓમાં તપાસ હાથ ધરીને વોડકાની ૧૫૫ પેટી જપ્ત કરી છે.

રાસુડાનો દારૂ ક્યાં હેરફેર થાય છે અને ક્યાં છૂપાવાયેલો છે તેની બાતમી LCBને મળી જાય છે ત્યારે હવે રાસુડો ક્યાં લપાયો છે તેની LCBને ક્યારે બાતમી મળે છે અને તે ક્યારે ગિરફ્તમાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Share it on
   

Recent News  
જ્વેલરી શોરૂમમાં નોકરી કરી એકલી રહેતી ૨૪ વર્ષની યુવતીની ઘરમાંથી લાશ મળી
 
સામખિયાળીમાં વકીલના ઘરમાંથી ભેદી રીતે ૫.૬૪ લાખના દાગીનાની ચોરીઃ જાણભેદુની આશંકા
 
ભુજમાં મામલતદારના ઘરમાં ચોરી કરનાર સહોદર સહિત ૩ ઝડપાયાં: ફેરીના બહાને રેકી કરેલી