|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં આવેલા એક જાણીતા જ્વેલરી શૉરૂમમાં નોકરી કરતી ૨૪ વર્ષની યુવતીનો તેના ભાડાના ઘરમાંથી કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો છે. ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોઈ પડોશીઓએ ૧૧૨ જનરક્ષક સેવાને જાણ કર્યાં બાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. મરનાર મીનાક્ષી D/o લાલસિંહ પરિહાર મૂળ મધ્યપ્રદેશની વતની છે અને ભારતનગરમાં આવેલા સોનલનગરમાં ભાડાના મકાનમાં એકલી રહીને શૉરૂમમાં નોકરી કરતી હતી. છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ઘરમાં લાશ પડી હોઈ ડીકમ્પોઝ થઈ ગઈ છે. એ ડિવિઝન પીઆઈ એમ.જે. રાઠોડે જણાવ્યું કે ઘરમાં કોઈ ચોરી કે લૂંટ થઈ હોવાનું જણાતું નથી.
મૃતદેહ વિકૃત થઈ ગયો હોઈ દેહ પર ઈજાના કોઈ નિશાન છે કે કેમ તે કળી શકાયું નથી.
પોલીસે ફોરેન્સિક ઑટોપ્સી માટે લાશને જામનગર મોકલવા તજવીજ હાથ ધરી છે.
Share it on
|