કચ્છખબરડૉટકોમ, ભુજઃ મંગળવારે દિવસ દરમિયાન રાપરમાં ૧૧૮ મિ.મી. (પોણા પાંચ ઈંચ) વરસાદ વરસ્યાં બાદ રાત્રે પશ્ચિમ કચ્છમાં વરસાદનું જોર વધ્યું હતું. મંગળ-બુધવારની રાત્રિ દરમિયાન પશ્ચિમ છેવાડે આવેલા લખપતમાં ધીંગી ધારે અંદાજે ૬ ઈંચ વરસાદ વરસ્યો છે. લખપતમાં મંગળવારે દિવસ દરમિયાન વરસેલાં એક ઈંચ વરસાદ ઉપરાંત રાતવચાળે વરસેલાં અંદાજે ૬ ઈંચ (૧૪૩ મિ.મી.) વરસાદથી સરકારી ચોપડે સવારે ૬થી ૬ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન વરસેલાં કુલ વરસાદનો આંકડો ૧૭૧ મિ.મી. (સાત ઈંચ) પર પહોંચ્યો છે. લખપતની સમાંતર રાત્રિના અંધરકારમાં ગાજવીજ સાથે વરુણદેવે નખત્રાણામાં ૪ ઈંચ, ભુજમાં અઢી ઈંચ, અબડાસા અને મુંદરામાં એક-એક એક ઈંચ મહેર કરી છે. પશ્ચિમ કચ્છના આ ચાર તાલુકા સિવાય રાત્રિ દરમિયાન અન્ય તાલુકાઓમાં સામાન્ય ઝરમર વરસાદ વરસ્યો હતો. પશ્ચિમ કચ્છમાં વરસેલાં વરસાદથી ઠેર ઠેર નદી નાળાં છલકાઈ ગયાં છે અને શેરીઓમાં જોશભેર પાણી વહી રહ્યાં છે.
છેલ્લાં ૨૪ કલાકનો વરસાદ
(૧૯-૦૯ની સવારે ૬થી ૨૦-૦૯ની સવારે ૬ કલાક સુધી)
♦લખપતઃ ૧૭૧ મિ.મી.
♦રાપરઃ ૧૨૪ મિ.મી.
♦નખત્રાણાઃ ૧૧૩ મિ.મી.
♦ભુજઃ ૯૪ મિ.મી.
♦અબડાસાઃ ૪૪ મિ.મી.
♦ભચાઉઃ ૩૨ મિ.મી.
♦મુંદરાઃ ૩૦ મિ.મી.
♦માંડવીઃ ૧૩ મિ.મી.
♦ગાંધીધામઃ ૧૮ મિ.મી.
♦અંજારઃ ૦૭ મિ.મી.
Share it on
|