click here to go to advertiser's link
Visitors :  
26-Jul-2026, Sunday
Home -> Kutch -> Kutch Police Hunt Down 34 Bangladeshi Infiltrator Under the Operation Delta Hunt
Wednesday, 03-Jun-2026 - Bhuj 37133 views
‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ તળે કચ્છમાંથી ૧૨ સ્ત્રીઓ સાથે ૩૪ બાંગ્લાદેશીઓ ઝડપાયાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દૂધ, ગેસ, પેટ્રોલ ડીઝલ, ખાદ્યતેલોના ભાવવધારાના લીધે મોંઘવારીના ડામ સાથે નીટ પેપર લીક, CBSEના OSM (ઓન સ્ક્રીન માર્કીંગ) સિસ્ટમના ફિઆસ્કોના પગલે જનતામાં કેન્દ્રની મોદી સરકાર સામે ભયંકર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આ આક્રોશ વચ્ચે ગુજરાતમાં અચાનક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ બાદ ગુજરાત પોલીસે રાજ્યભરમાં ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ શરૂ કર્યું છે. અભિયાન હેઠળ ગેરકાયદે વસવાટ કરી રહેલાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડીને પરત તેમના દેશમાં ડીપોર્ટ કરાશે.

આ અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે ૨૭ બાંગ્લાદેશી અને પશ્ચિમ કચ્છ પોલીસે ૭ બાંગ્લાદેશી મળી ૩૪ બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદે વસવાટ બદલ ઝડપી પાડ્યાં છે.

બંને જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ સાથે સંબંધિત પોલીસ મથકની જુદી જુદી ટીમોએ વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી.

પૂર્વ કચ્છમાં પકડાયેલાં ૨૭ બાંગ્લાદેશીઓમાંથી મોટાભાગના અંજાર, આદિપુર અને ગાંધીધામ શહેર આસપાસ સ્થાયી થયેલાં અને લાકડાંના બેન્સો સહિતની ફેક્ટરીઓમાં મજૂરીકામ કરતા હતા.

પકડાયેલાં બાંગ્લાદેશીઓમાં ૩ બાળકો, ૬ સ્ત્રીઓ અને ૧૮ પુરુષોનો સમાવેશ થાય છે. એ જ રીતે, પશ્ચિમ કચ્છમાં પોલીસે કુલ ૮૩ શકમંદોની પૂછપરછ અને તપાસ કરીને તેમાંથી ૭ બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યાં છે.

પોલીસે માધાપરમાંથી ૩, લોડાઈમાંથી ૨, ખાવડા અને ભુજ શહેરમાંથી ૧-૧ બાંગ્લાદેશી ઝડપ્યાં છે. સાતમાંથી ૬ સ્ત્રી અને ૧ પુરુષ છે.

પકડાયેલી મોટાભાગની બાંગ્લાદેશી મહિલાઓ સ્પા કે મસાજ સેન્ટરોમાં કામ કરતી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

પોલીસે બહુ હરખાવા જેવું નથી

ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે વિશેષ ઝુંબેશ શરુ કરાય અને ગણતરીના સમયમાં કચ્છમાંથી ૩૪ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાય તેમાં બહુ હરખાવા જેવું નથી. પોલીસ દ્વારા નિયમિત રીતે વિવિધ ફેક્ટરીઓ સહિતના સ્થળોએ સઘન ચેકીંગ થતું રહે, બહારથી આવતા મજૂરો અને ભાડૂઆતોની વિગતો વિશે ‘સી રોલ’માં વિગતો નોંધવામાં આવતી રહે તે વધુ અપેક્ષિત છે.

Share it on
   

Recent News  
ગાંધીધામના મચ્છુનગર પુલિયા નજીક અડધા કરોડનો ઈંગ્લિશ દારૂ ભરેલું ટેન્કર પકડાયું
 
ભુજમાં ગેરકાયદે સગીર બાળકોને આશ્રય આપતી કેરળની સંસ્થાના સંચાલકને કૉર્ટનો ઝટકો
 
૧૪ વર્ષની બાળા પર દુષ્કર્મના ગુનામાં સામત્રાના યુવકને અંતિમ શ્વાસ સુધી સખ્ત કેદ