click here to go to advertiser's link
Visitors :  
06-Oct-2026, Tuesday
Home -> Kutch -> Kutch Congress Demands Immediate Cooperative Elections or Appointment of Administrators
Tuesday, 06-Oct-2026 - Bhuj 417 views
સહકારી સંસ્થાઓમાં તત્કાળ ચૂંટણીઓ યોજો અથવા વહીવટદાર નિમોઃ કચ્છ કોંગ્રેસ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં અનેક સહકારી સંસ્થાઓની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે, અમુકની મુદ્દત પૂર્ણ થવાના આરે છે ત્યારે આ સંસ્થાઓમાં ચૂંટણીઓ કરાવવામાં આવે અથવા વહીવટદાર નિમવામાં આવે તેવી માગ કચ્છ જિલ્લા કોંગ્રેસે કરી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલના નેતૃત્વમાં આજે કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળે આ અંગે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી છે.

હુંબલે જણાવ્યું કે કચ્છમાં કેડીસીસી બેન્ક, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, અંજાર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ સહિતની અન્ય ઘણી સહકારી સંસ્થાઓની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. અમુકની મુદ્દત પૂરી થવાના આરે છે. આ સંસ્થાઓએ મંડળીઓ પાસેથી ઠરાવો પણ મગાવેલા છે અને તે ઠરાવો સંસ્થાઓમાં આવી પણ ગયાં છે. છતાં અગમ્ય કારણોસર ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાઈ નથી.

સહકારી સંસ્થાઓમાં સમયસર ચૂંટણીઓ થાય તેની સત્તા અને જવાબદારી જિલ્લા કલેક્ટરની છે. જે સંસ્થાઓની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોઈ ત્યાં તાત્કાલિક વહીવટદારની નિમણૂક કરી ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવા કોંગ્રેસે માગ કરી છે.

સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ ના યોજીને ભાજપ સરકાર સહકારી માળખા પર તરાપ મારી રહી હોવાનો આરોપ કરતાં હુંબલે જણાવ્યું કે રાજ્યમાં સમયસર ચૂંટણીઓ ના યોજાતાં અનેક સહકારી સંસ્થાઓમાં રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાના નિયમોનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે.

RBIના નિયમ મુજબ કોઈપણ ડિરેક્ટર સતત ૧૦ વર્ષથી વધુ સમય સુધી ડિરેક્ટરપદે રહી શકતા નથી. હાલ ઘણી સંસ્થાઓમાં ડિરેક્ટરો ૧૦ વર્ષથી વધુ સમયથી કાર્યરત છે.

તાજેતરમાં આ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં ગુજરાતના રજિસ્ટ્રારને મળીને પણ રજૂઆત કરવામાં આવી હતી.

Share it on
   

Recent News  
પાક.ની મહિલા એજન્ટ માટે જાસૂસીના આરોપમાં ATSએ પકડેલો ભુજનો યુવક નિર્દોષ જાહેર
 
અંજારઃ ફૂલસ્પીડે દારુ ભરેલી કાર લઈને જતાં કાર નાળામાં ખાબકી, બૂટલેગરનું મોત
 
માધાપર બસ સ્ટેન્ડ સામે શોપિંંગ કોમ્પ્લેક્સમાં ફરી ‘સુરતી’ જુગાર ક્લબ ધમધમી ઉઠી!!