click here to go to advertiser's link
Visitors :  
16-Jul-2025, Wednesday
Home -> Kutch -> Indias first 5 MW off grid green hydrogen pilot plant started in Mundra by ANIL
Monday, 23-Jun-2025 - Mundra 29367 views
મુંદરામાં અદાણી ગૃપના ૫ મેગાવૉટના ઑફ્ફ ગ્રીડ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનો શુભારંભ
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL)એ આજે કચ્છના મુંદરા ખાતે દેશના સૌપ્રથમ પાંચ મેગાવૉટના ઑફ્ફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો છે. આ પાયલોટ પ્લાન્ટ રાષ્ટ્રના સ્વચ્છ ઊર્જા નિર્માણમાં એક મહત્વનું સીમાચિહ્ન છે. આ અત્યાધુનિક પ્લાન્ટ સંપૂર્ણપણે સૌર ઊર્જા સંચાલિત છે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત છે, જે તેને સંપૂર્ણપણે ઑફ્ફ ગ્રીડ રીતે ચલાવવા સક્ષમ બનાવે છે.

વિકેન્દ્રિત, રીન્યૂએબલ એનર્જી સંચાલિત આ પ્લાન્ટ હાઇડ્રોજન ઉત્પાદનમાં એક નવો જ બેન્ચમાર્ક બનાવે છે. ANILનો આ પ્લાન્ટ ભારતનો પ્રથમ ઑફ્ફ-ગ્રીડ હાઇડ્રોજન પ્લાન્ટ છે, જેમાં સંપૂર્ણ ઑટોમેટિક અને ક્લૉઝ્ડ-લૂપ ઇલેક્ટ્રોલાઇઝર સિસ્ટમ છે, જે ઉત્પન્ન થતી રીન્યૂએબલ એનર્જીને રીયલ ટાઈમમાં રીસ્પોન્ડ કરે છે. આ સિસ્ટમ પ્લાન્ટને ઓપરેશનલ ફ્લેક્સિબિલીટી પ્રદાન કરે છે.

આ ફ્લેક્સિબિલીટી ખાસ કરીને પરિવર્તનશીલ સૌર ઊર્જાના પરિપ્રેક્ષ્યમાં પ્લાન્ટને કાર્યક્ષમતા (એફિસીયન્સી), સલામતી અને પરફોર્મન્સની ચોકસાઈ બક્ષે છે.

આ સફળતા અદાણી ગૃપના નાવિન્ય, સાતત્ય અને ઉભરી રહેલાં ગ્રીન હાઇડ્રોજન અર્થતંત્રમાં ગૃપના નેતૃત્વની નિષ્ઠાને સુદ્રઢ બનાવે છે. ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન અને રીન્યુએબલ એનર્જી સંચાલિત ઔદ્યોગિક કાર્યો સાથે જ્યાં કલ્પના જ ના કરી હોય તેવા ક્ષેત્રોમાં આ ઊર્જાનો સમન્વય કરીને નવો બેન્ચમાર્ક સેટ કરવાની ભારતના મહત્વાકાંક્ષાને સાકાર કરવામાં આ પ્લાન્ટ સહાયરૂપ બની રહેશે.

આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાના આશયથી ઊર્જા પરનું આયાત અવલંબન ઘટે, ઊર્જાક્ષેત્રે સ્વનિર્ભરતા વધે અને ઊર્જા આધારીત ઉદ્યોગોમાં કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટે તે હેતુથી ભારત સરકારે શરૂ કરેલાં ફ્લેગશીપ કાર્યક્રમ નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને અનુરૂપ આ પ્લાન્ટ છે.
Share it on
   

Recent News  
મહિને ૨૦ હજાર માંગતા VTV ને INDIA TVના બે તોડબાજ પત્રકારની ‘ચાકી’ LCBએ ઢીલી કરી
 
બુલેટ ટ્રેન શરૂ થાય ત્યારે ખરી પણ કંડલામાં દેશની પહેલી મેગ્નેટિક રેલ દોડશે
 
માંડવીઃ પિતા પુત્ર પર ઍસિડ એટેક બદલ આધેડને સેશન્સે પાંચ વર્ષનો કારાવાસ ફટકાર્યો