click here to go to advertiser's link
Visitors :  
24-Aug-2026, Monday
Home -> Kutch -> Great Indian Bustard Chicks Chirp in Kutch After a Decade Read about Operation Egg Transfer
Saturday, 28-Mar-2026 - Bhuj 42516 views
કચ્છના આંગણે દાયકા બાદ ગૂંજ્યો ઘોરાડના બચ્ચાંનો કલરવઃ જાણો ‘ઓપરેશન એગ ટ્રાન્સફર’
​કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં આજે એક સુવર્ણ પ્રકરણ આલેખાયું છે. અબડાસાના ઘાસિયા મેદાનોમાં લગભગ એક દાયકાના લાંબા અંતરાલ બાદ અત્યંત દુર્લભ એવા ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ (ઘોરાડ)ના બચ્ચાનો જન્મ થયો છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ આ સફળતાને ‘જમ્પ સ્ટાર્ટ એપ્રોચ’ અને આધુનિક સંરક્ષણ પદ્ધતિનું પરિણામ ગણાવ્યું છે. કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ સંબંધિતોના સંયુક્ત પ્રયાસોને બિરદાવીને એક્સ પર અભિનંદન પાઠવ્યાં છે.
​ઓપરેશન એગ ટ્રાન્સફર: ૧૯ કલાકની રોડ મુસાફરી

​કચ્છમાં નર ઘોરાડની ગેરહાજરીને કારણે માદા ઘોરાડ ઈંડા તો મૂકતી હતી, પરંતુ તે અફલિત (Infertile) રહેતા હતા. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે ગુજરાત વન વિભાગ દ્વારા એક સાહસિક અભિયાન હાથ ધરાયું હતું.

રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટર ખાતેથી એક ફલિત (Fertile) ઈંડું પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં મૂકી, ૧૯ કલાક સુધી સતત રોડ માર્ગે મુસાફરી કરાવીને સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું. ​

તાજેતરમાં ૨૨ માર્ચના રોજ કચ્છની માદા ઘોરાડના માળામાં રહેલા અફલિત ઈંડાને બદલે આ ફલિત ઈંડું મૂકવામાં આવ્યું હતું (નેસ્ટ રિપ્લેસમેન્ટ). માદા ઘોરાડ દ્વારા આ ઈંડાનું કુદરતી રીતે સેવન કર્યા બાદ ૨૬ માર્ચના રોજ તેમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો છે.

સંયુક્ત પ્રયાસોનું પરિણામ

​આ મિશનની સફળતામાં કેન્દ્ર સરકાર, ગુજરાત અને રાજસ્થાન રાજ્ય સરકાર તેમજ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII)નો પાયાનો સહયોગ રહ્યો છે. હાલમાં ફિલ્ડ મોનિટરિંગ ટીમ દ્વારા માદા ઘોરાડ અને નવજાત બચ્ચાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સફળતામાં કચ્છ વન વિભાગના અધિકારીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફની રાત-દિવસની મહેનત પણ રહેલી છે. પ્રોજેક્ટને સફળ બનાવવા મુખ્ય વન સંરક્ષક IFS ધીરજ મિત્તલ, નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કરના માર્ગદર્શન હેઠળ એ.સી.એફ એચ. જે ચૌધરી, આર.એફ.ઓ કનકસિંહ રાઠોડ અને ફિલ્ડ સ્ટાફ/બીટ ગાર્ડ્સ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Share it on
   

Recent News  
નિયત સમયમાં ચાર્જશીટ દાખલ ના થતાં કૉર્ટે ૪ આરોપીને ડિફોલ્ટ બેઈલ પર છોડી મૂક્યાં!
 
દુબઈની કંપનીએ ૧.૩૭ કરોડના બાસમતી ચોખા ખરીદીને ભારતીય કંપનીને ચૂનો ચોપડ્યો
 
ડ્રાઈવીંગ સાથે ડ્રગ્ઝનો કારોબાર! SOGએ ૩૭ લાખના હેરોઈન સાથે પંજાબી યુવક ઝડપ્યો