click here to go to advertiser's link
Visitors :  
29-Jul-2026, Wednesday
Home -> Kutch -> Five person dies in different road accidents including two in Nakhtrana
Thursday, 11-Jun-2026 - Bhuj 31067 views
નખત્રાણામાં ટ્રેલરની ટક્કરે બાઈક લઈને જતાં કોટડા (જ)ના બે યુવકના ગંભીર ઈજાથી મોત
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં વિકાસની સાથે વાહનોની રફ્તાર દરરોજ માનવ જિંદગીઓનો અકાળે ભોગ લઈ રહી છે. જિલ્લામાં માર્ગ અકસ્માતોના વિવિધ બનાવોમાં નખત્રાણામાં બે સહિત પાંચ લોકોના અકાળે મૃત્યુ નીપજ્યાં છે. નખત્રાણાના ભીમપુરા પાસે આજે રાત્રે સાડા આઠના અરસામાં સર્જાયેલાં અકસ્માતમાં કોટડા જડોદર ગામના બે બાઈક સવાર યુવકોના ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યાં છે.

મરણ જનાર ઈરફાન અબ્દુલભાઈ કુંભાર (ઉ.વ. ૨૧) અને ઝુબેર જુસબ ગજણ (ઉ.વ. ૧૮) બેઉ બાઈક પર નખત્રાણા તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ટ્રેલરે ટક્કર મારતાં બેઉના ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યાં છે. અકસ્માત સર્જનાર ટ્રેલરનો ડ્રાઈવર દારૂના નશામાં ચકચૂર હોવાનો સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો.

માધાપરમાં ટ્રકનું પૈડું ફરી વળતાં કિશોરનું મોત

ભુજની ભાગોળે આવેલા માધાપરમાં આજે સવારે ૧૦.૩૦ના અરસામાં સર્જાયેલાં અકસ્માતમાં ૧૪ વર્ષના કિશોરનું ગંભીર ઈજાથી મોત થયું હતું. મરણ જનાર આદર્શ અશોકભાઈ રાવલ (રહે. સર્જન-2 સોસાયટી, મુંદરા રોડ, ભુજ) સંબંધી રઘુરામભાઈ સાથે બાઈક પર જતો હતો ત્યારે ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. કિશોરના માથાં પર ટ્રકનું ટાયર ફરી વળતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.

ભચાઉમાં કેસરીગઢ પાસે કારની ટક્કરે યુવકનું મોત

ભચાઉના નાની ચીરઈમાં ટ્રેક્ટરની અડફેટે નવ વર્ષની બાળકીના અપમૃત્યુની અરેરાટી હજુ શમી નથી ત્યાં ભચાઉ બાયપાસ પાસે કેસરીગઢ રિસોર્ટ પાસે કારની ટક્કરે ઝારખંડના ૨૦ વર્ષિય વિકાસરાય દેવેન્દ્રરાય પીંડારી નામના યુવકનું મૃત્યુ નીપજ્યું છે. બુધવારે પરોઢે પાંચ વાગ્યે અકસ્માત સર્જાયો હતો. મરણ જનાર વિકાસ ટ્રકના ક્લિનર તરીકે કામ કરતો હતો. પવનચક્કીનો સામાન ભરીને નીકળેલી ટ્રક ભચાઉ બાયપાસથી મેઈન રોડ ચઢતી હતી ત્યારે વિકાસ ટ્રકમાંથી ઉતરીને ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યો હતો. તે સમયે મારુતિ કારે તેને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ટ્રેક્ટરમાં લુગડાં લપેટાઈ જતાં યુવક ખેંચાઈ ગયો

અંજારની લાખારા વાંઢની વાડીમાં કામ કરતો યુવક ટ્રેક્ટરના પૈડાં નીચે કચડાઈ ગયો છે. મૃતક ૩૮ વર્ષિય મુકીમ નોડે વાડીમાં કામ કરતો હતો તે સમયે ટ્રેક્ટરના પાછલાં હિસ્સામાં તેના કપડાં લપેટાઈ જતાં તે ખેંચાઈ ગયો હતો.

Share it on
   

Recent News  
ગાંધીધામના પત્રકારે ૨૦ લાખ માગી બદનક્ષીકારક લખાણ પ્રગટ કર્યાની બિઝનેસમેનની FIR
 
નખત્રાણામાં આંગણવાડીઓના લોકાર્પણના કાર્ડમાંથી MP, જિ.પં. પ્રમુખ વગેરેના નામ કટ!
 
ગાંધીધામઃ શિપીંગ બિઝનેસમેનને બંધક બનાવી દુબઈ રહેતા ભાઈ પાસેથી ૫.૫૫ કરોડ પડાવાયાં