click here to go to advertiser's link
Visitors :  
05-Apr-2026, Sunday
Home -> Kutch -> Education dept appoints regular DEO and DPEO in Kutch
Saturday, 03-Feb-2018 - Bhuj 683613 views
હાશ! કચ્છમાં સરકારે કાયમી DEO અને DPEOની કરી નિમણૂંક
કચ્છખબરડૉટકોમ, ભુજઃ છેલ્લાં થોડાંક માસથી ‘ઈન્ચાર્જ’ અધિકારીઓના ભરોસે ચાલી રહેલા કચ્છના શિક્ષણ તંત્રમાં રાજ્ય સરકારે એકસાથે બબ્બે નિયમિત અધિકારીઓની નિયુક્તિ કરતાં શિક્ષણજગતમાં રાહત ફેલાઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારી તરીકે રાકેશ આર. વ્યાસ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે સંજય પરમાર નામના અધિકારીઓની નિમણૂંક કરી છે.

રાકેશ વ્યાસ હાલ ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણની કચેરીમાં વહીવટી અધિકારી તરીકે જ્યારે સંજય પરમાર ગાંધીનગરમાં શાળાઓના મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.મધુકાંત આચાર્ય નિવૃત્ત થયા બાદ તેમનું સ્થાન ખાલી પડ્યું હતું. જ્યારે, અગાઉના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે વિવાદાસ્પદ કાર્યકાળ ધરાવનારાં બી.આર. જરગેલાની છેવટે બદલી કરાઈ હતી. બંને સ્થાન થોડાંક માસથી ખાલી પડ્યાં હતા અને ઈન્ચાર્જની નિમણૂંકથી ગાડું ગબડાવાતું હતું. નિયમિત અધિકારીઓની નિમણૂંક થતાં હવે શિક્ષણને લગતાં પ્રશ્નો અને વહીવટી પ્રશ્નોનો નિવેડો આવી જવાની આશા છે.

Share it on
   

Recent News  
હવે ઓવૈસીની AIMIMનું કચ્છના ચૂંટણી જંગમાં ઉતરવાનું આયોજનઃ જંગ બનશે વધુ તીવ્ર
 
દહીંસરામાં વાછરડાંના કતલ કેસમાં બેઉ ભાઈ જામીનમુક્તઃ હવે સત્ય શોધશે ગાંધીનગર FSL
 
સસરાંએ ભચાઉ પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી કે ઘરે આવેલી વહુ લૂંટેરી દુલ્હન છે!