click here to go to advertiser's link
Visitors :  
07-Jul-2025, Monday
Home -> Kutch -> Chinkara poaching case Key accused surrender self in Naliya Court
Wednesday, 06-Dec-2023 - Naliya 42580 views
સુપ્રીમે અરજી ફગાવી દીધાં બાદ ચિંકારાનો શિકાર કરવાના કેસમાં આરોપીનું સરન્ડર
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસાના સમંડા ગામના સીમાડે બંદૂકના ભડાકે ચિંકારાનો શિકાર કરવાના ગુનાના આરોપીએ અંતે  નલિયા જ્યુ. મેજિસ્ટ્રેટ કૉર્ટમાં આત્મસમર્પણ કરતાં કૉર્ટે તેને વન તંત્રના હવાલે કર્યો છે. માંડવીના ધવલ પાર્કમાં રહેતા મૂળ શિરવાના ૪૫ વર્ષિય ઈમામશા લતીફશા સૈયદનો કબજો મેળવી વન તંત્રએ પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે. આવતીકાલે ગુરુવારે તેને કૉર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવી ગહન પૂછપરછ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ૦૮-૦૧-૨૦૨૩ના રોજ સમંડા સીમના જંગલ વિસ્તારમાં સ્કોર્પિયો કારમાં આવેલા ચારથી પાંચ શખ્સોએ બંદૂકના ભડાકે ચિંકારાનો શિકાર કર્યો હતો. આ ગુનામાં કારના નંબરના આધારે વન તંત્રની ટીમ ઈમામશા સૈયદ સુધી પહોંચી ગઈ હતી. પોતાની ધરપકડ સામે રાહત મેળવવા ઈમામશા ભુજ કૉર્ટથી લઈ છેક સુપ્રીમ કૉર્ટ સુધી જંગ લડ્યો હતો. જો કે, તમામ કૉર્ટે તેની અરજી ફગાવી દેતાં અંતે આજે તેણે કૉર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. ઈમામશાની પૂછપરછમાં અન્ય આરોપીઓની વિગતો અને ગુનાને લગતી વધુ કડીઓ મળવાની વન તંત્રને આશા છે. ઉલ્લેખનીય છે કે ચિંકારા સંરક્ષિત પ્રાણી છે અને તેનો શિકાર કરવા બદલ સાત વર્ષથી વધુ સજાની જોગવાઈ છે.

Share it on
   

Recent News  
મુંદરાની કિશોરીને ધાણેટીના પરિણિત યુવકે લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું
 
ભચાઉઃ કંથકોટમાં ગોગા મહારાજના મંદિરોમાંથી ૩૦૧ નાગફણી અને ૩૬ છત્તર ચોરાતાં ચકચાર
 
મિથેનોલ ખાલી કરીને જતું જહાજ ભેદી ધડાકા બાદ દરિયામાં એકબાજુ નમી ગયું