click here to go to advertiser's link
Visitors :  
29-Sep-2026, Tuesday
Home -> Bhuj -> Bhuj Mining Office IT Executive Caught Taking Rs 50K Bribe on Behalf of Middleman
Monday, 28-Sep-2026 - Bhuj 4129 views
ભુજની ખાણ ખનિજ કચેરીનો IT એક્ઝિક્યુટીવ વચેટિયા વતી ૫૦ હજારની લાંચ લેતાં ઝડપાયો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ રેતીની લીઝનું ઓનલાઈન એકાઉન્ટ અનલૉક કરવા માટે પચાસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી લાંચ સ્વિકારતાં ભુજની ખાણ અને ખનિજ કચેરીનો આઈટી એક્ઝિક્યુટીવ જીનીશ નીતિનભાઇ આચાર્ય અને વચેટિયો એસીબીની ટ્રેપમાં સપડાઈ ગયાં છે. વચેટિયાએ ભુજના મુંદરા રોડ પર એરોપ્લેન સર્કલ પાસે આવેલા જોષી દહીંવડા સેન્ટર પાસે ફરિયાદીને નાણાં આપવા માટે બોલાવ્યો હતો.

એસીબીએ આપેલી પ્રાથમિક માહિતી મુજબ આરોપી જીનીશ આચાર્ય (ઉ.વ. ૩૦) ભુજની કલેક્ટર કચેરીમાં આવેલી ખાણ ખનિજ કચેરીમાં IT એક્ઝિક્યુટીવ તરીકે કરાર આધારીત નોકરી કરે છે. ફરિયાદીનું વર્ષ ૨૦૦૮માં મંજૂર થયેલી રેતીની લીઝનું ઓનલાઈન એકાઉન્ટ લૉક થઈ ગયેલું. વહીવટી પ્રક્રિયા મુજબ ખનન કરવામાં આવેલ ખનિજનું વહન કરવા રોયલ્ટી પાસ જનરેટ કરવા માટે એકાઉન્ટ અનલૉક હોવું જરૂરી છે.

ફરિયાદીએ જીનીશ આચાર્યનો સંપર્ક કરેલો. જીનીશે એકાઉન્ટ અનલૉક કરવા માટે પચાસ હજાર રૂપિયાની માંગણી કરીને વચેટિયા આશિષ કાળુભાઇ આચવડીયાને જોડે વહીવટ કરી લેવા જણાવ્યું હતું.

આશિષે આજે જીનીશ વતી લાંચના રૂપિયા સ્વિકવારવા માટે ફરિયાદીને જોષી દહીંવડા સેન્ટર ખાતે બોલાવ્યો હતો. જો કે, અગાઉથી છટકું ગોઠવીને બેઠેલી એસીબીની ટ્રેપમાં આશિષ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ એસીબીએ જીનીશની પણ અટક કરી લીધી હતી. ભુજ એસીબી પીઆઈ બી.એન.મોઢવાડીયાએ ટ્રેપનું આયોજન કર્યું હતું.

Share it on
   

Recent News  
‘ઉપરની’ ભલામણ અને પ્રસાદીના પગલે માંડવીના વાંઢમાં બોક્સાઈટની બિન્ધાસ્ત ચોરી
 
ઈંગ્લિશ દારૂના ૪૬ ગુનાનો ‘મોસ્ટ વોન્ટેડ’ બૂટલેગર ઝડપાયોઃ LCBનું ‘ઓપરેશન ખોજ’
 
‘વિશ્વાસુ માણસ’ને પેઢીનો કારભાર સોંપવો ભારે પડ્યોઃ શેઠ સાથે ૨.૩૧ કરોડની ઠગાઈ