click here to go to advertiser's link
Visitors :  
29-Sep-2026, Tuesday
Home -> Bhuj -> Bauxite Theft Runs Rampant in Vandh Village Near Mandvi
Monday, 28-Sep-2026 - Bhuj 1634 views
‘ઉપરની’ ભલામણ અને પ્રસાદીના પગલે માંડવીના વાંઢમાં બોક્સાઈટની બિન્ધાસ્ત ચોરી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં ચાલી રહેલી બેફામ ખનિજ ચોરી પર પોલીસ, ખાણ ખનિજ તંત્ર અને સ્થાનિક મહેસુલી અધિકારીઓ અવારનવાર દરોડા પાડી કાર્યવાહી કરે છે. પરંતુ, ખનિજ ચોરી પર કોઈ જ અંકુશ આવતો નથી. બીજી તરફ, માંડવી તાલુકાના ગઢશીશા નજીક વાંઢ ગામની સીમમાં અમદાવાદ ગાંધીનગરની ‘મજબૂત ભલામણ’ સાથે કોઈ મોટાં માથાએ નિશ્ચિંત બનીને બોક્સાઈટ ચોરી શરૂ કરતાં જાણકારોની આંખો ફાટી ગઈ છે.

સૂરજ ઢળે ને હિટાચી, લોડરથી જમીન ખોદવાનું શરૂ થાય છે. બીજી તરફ, ટ્રકોમાં માલ ભરાતો જાય છે અને નજીકના ગામમાં આવેલા કુખ્યાત વ્યક્તિના કિલનમાં પ્રોસેસિંગ માટે માલ પહોંચતો થાય છે.

ચાર દિવસ અગાઉ એક જ રાતમાં નવ ટ્રકો ભરીને માલ ઉસેડવામાં આવ્યો હતો. ગઈકાલે પણ ખનન કરીને મોટો ઢગલો કરાયો હતો પરંતુ સંબંધિત વિભાગના અધિકારીની ટીમના આંટાફેરાના પગલે ખનિજ ચોરોએ ટ્રકોમાં માલ ભરવાનું ટાળ્યું હતું.

કોઈ દંડો ઉગામીને બોક્સાઈટ ભરેલી ટ્રકોને અટકાવે તો ઉપરથી તરત સાહેબોના ફોન આવી જાય છે! અમદાવાદ ગાંધીનગર બાજુની બળૂકી પાર્ટી આ ખનિજ ચોરીમાં સામેલ હોવાનું સૂત્રો ઉમેરે છે. આમ તો હવે સરકારી તંત્રોમાં ભ્રષ્ટાચારે સંગઠિત સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેથી ખાલી ખાલી ભલામણ નહીં પરંતુ ભલામણ સાથે મોટી પ્રસાદીની ગોઠવણ થઈ હોય તો જ જવાબદાર તંત્રો આંખ આડા કાન કરી લે.

Share it on
   

Recent News  
ભુજની ખાણ ખનિજ કચેરીનો IT એક્ઝિક્યુટીવ વચેટિયા વતી ૫૦ હજારની લાંચ લેતાં ઝડપાયો
 
ઈંગ્લિશ દારૂના ૪૬ ગુનાનો ‘મોસ્ટ વોન્ટેડ’ બૂટલેગર ઝડપાયોઃ LCBનું ‘ઓપરેશન ખોજ’
 
‘વિશ્વાસુ માણસ’ને પેઢીનો કારભાર સોંપવો ભારે પડ્યોઃ શેઠ સાથે ૨.૩૧ કરોડની ઠગાઈ