કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છમાં લાંબા સમયથી બિન્ધાસ્ત રીતે તરખાટ મચાવી રહેલાં તસ્કરો આજે માંડવી તાલુકાના કોટડી મહાદેવપુરી ગામે મહાદેવ મંદિરને નિશાન બનાવી ૨.૭૫ લાખની ચીજવસ્તુઓની ચોરી કરી જતાં ભક્તજનોમાં હોબાળો મચી ગયો છે. ગત રાત્રિ દરમિયાન તસ્કરોએ મંદિરના તાળાં તોડી ગર્ભગૃહમાં રહેલી વિવિધ ચીજવસ્તુઓની ચોરી કરી હતી.
ગામના નદીકાંઠે આવેલા કોટનાથ મહાદેવ મંદિરમાં ત્રાટકેલાં તસ્કરોએ ૮ કિલોની પંચધાતુની મૂર્તિ (કિંમત ૧ લાખ), છત્તર લટકાવવા માટેની ૧ કિલો ચાંદીની સાંકળ (કિંમત ૪૦ હજાર), ચાંદીનો ૨ કિલોનો નાગ (કિંમત ૮૦ હજાર) તેમજ અડધો કિલો ચાંદીના નાનાં મોટા મળી ૧૫ છત્તર (કિંમત ૨૦ હજાર)ની ચોરી કરી છે.
ઘટના અંગે ગઢશીશા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|