click here to go to advertiser's link
Visitors :  
26-Jul-2026, Sunday
Home -> Kutch -> Adani Skills & Education Gujarat Government Partner to Transform 11 ITIs in Kutch
Friday, 29-May-2026 - Bhuj 34235 views
અદાણી ગૃપ કચ્છની ૧૧ ITIનો કરશે કાયાકલ્પઃ ઉદ્યોગોની જરૂર મુજબ છાત્રોને આપશે તાલીમ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અદાણી ગૃપના કેપેબિલિટી બિલ્ડિંગ પ્લેટફોર્મ 'અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન' (ASE)એ કચ્છની ૧૧ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ના કાયાકલ્પ માટે ગુજરાત સરકાર સાથે બે મહત્વપૂર્ણ MoU કર્યા છે. આ ભાગીદારી હેઠળ ઉદ્યોગોને જરૂરી કૌશલ્યપૂર્ણ અને રોજગારલક્ષી માનવ સંસાધન તાલીમ પૂરી પાડવામાં આવશે. કચ્છ જિલ્લો અત્યારે રિન્યુએબલ એનર્જી, લોજિસ્ટિક્સ અને ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય હબ તરીકે ઉભરી રહ્યો છે.

આ પહેલનો હેતુ સ્થાનિક યુવાનોને પ્રદેશના વિકાસમાં ભાગીદાર બનવા માટે સ્થાનિક યુવાનોને કૌશલ્યવાન બનાવી તકો પૂરી પાડવાનો છે.

ભુજના ગેઇમ્સ (GAIMS) ઑડિટોરિયમ ખાતે આયોજીત 'કર્મ ઉત્સવ' કાર્યક્રમ દરમિયાન આ એમઓયુ કરવામાં આવ્યા હતા.

આ સહયોગ ટેકનિકલ શિક્ષણને રોજગારની જરૂરિયાતો સાથે જોડવા અભ્યાસક્રમની ગુણવત્તા વધારવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકરણ, ફેકલ્ટી ડેવલપમેન્ટ, પ્રેક્ટિકલ એક્સપોઝર અને પ્લેસમેન્ટ સપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રસંગે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને આ જ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના ત્રિકમભાઈ છાંગા સાથે ભુજ, માંડવી, અબડાસા અને રાપરના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

છાત્રોને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરાયાં

ASE દ્વારા વિદ્યાર્થીઓને 'સ્કીલ ટૂ એમ્પ્લોય' (Skill2Employ) આમંત્રણ પત્રો એનાયત કરાયા હતા. ઉત્કૃષ્ટ ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ ૨૨ વિદ્યાર્થીઓને 'સર્ટિફિકેટ ઑફ એક્સેલન્સ' અને ASE ના ટ્રેઈન ધ ટ્રેઈનર (TTT) પ્રોગ્રામ હેઠળ 30 ઇન્સ્ટ્રક્ટર્સને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. અદાણી ઇકો સિસ્ટમમાં કાર્યરત ITI સ્નાતકોએ પણ તેમની સફળતાની સફર શેર કરી હતી.

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ આત્મનિર્ભર કાર્યબળના નિર્માણમાં ઉદ્યોગ અનુકૂળ કૌશલ્યના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે “અમારો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને વૈશ્વિક સ્તરની ટેકનિકલ તાલીમ આપવાનો અને સ્કીલ ઇન્ડિયા મિશન હેઠળ દરેક યુવાન સ્વનિર્ભર બને તે સુનિશ્ચિત કરવાનો છે.”

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન (ASE) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રોબિન ભૌમિકે જણાવ્યું હતું કે “કચ્છ એ અમારી કર્મભૂમિ છે અને અમે તેના ભવિષ્ય માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ. ગુજરાત સરકાર અને સ્થાનિક ITIs સાથેની ભાગીદારી દ્વારા અમારો હેતુ એક એવું સક્ષમ અને કુશળ વર્કફોર્સ તૈયાર કરવાનો છે જે લાંબા ગાળાના પ્રાદેશિક પરિવર્તનમાં મદદરૂપ બને”

જાણો શું છે સ્કીલ ટૂ એમ્પ્લોયનો અભિગમ

'સ્કીલ ટૂ એમ્પ્લોય' અભિગમ દ્વારા ASE ક્લાસરૂમ લર્નિંગને વાસ્તવિક ઓપરેટિંગ એક્સપોઝર સાથે જોડે છે. સિમ્યુલેશન, સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (CoEs) અને વૈશ્વિક સ્તરના અભ્યાસક્રમની મદદથી તે પ્રથમ દિવસથી જ પ્રોડક્ટિવ વર્કફોર્સ તૈયાર કરવા માંગે છે. આ પહેલથી પ્રતિભાઓનું પલાયન અટકશે અને કચ્છનો વિકાસ સ્થાનિક પ્રતિભાઓ દ્વારા જ થશે. સમારોહમાં કચ્છના વિવિધ વરિષ્ઠ આગેવાનો, ગુજરાત સરકારના અધિકારીઓ, અદાણી ગ્રુપના વરિષ્ઠ પદાધિકારીઓ અને કચ્છની તમામ ૧૧ સરકારી ITI ના ​​૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા.

Share it on
   

Recent News  
ગાંધીધામના મચ્છુનગર પુલિયા નજીક અડધા કરોડનો ઈંગ્લિશ દારૂ ભરેલું ટેન્કર પકડાયું
 
ભુજમાં ગેરકાયદે સગીર બાળકોને આશ્રય આપતી કેરળની સંસ્થાના સંચાલકને કૉર્ટનો ઝટકો
 
૧૪ વર્ષની બાળા પર દુષ્કર્મના ગુનામાં સામત્રાના યુવકને અંતિમ શ્વાસ સુધી સખ્ત કેદ