કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના નાની નાગલપર ગામે રહેતી 13 વર્ષની કન્યાને ઈન્જેક્શન આપ્યા બાદ દુષ્કર્મ ગુજારવાના કિસ્સામાં પોલીસે બંને આરોપીની અટક કરી લીધી છે. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે, બંને આરોપી સગીર વયના છે અને તેમને બાળ સુધારગૃહમાં મોકલી અપાયાં છે. આરોપી અને પીડિતા બંને એક શાળામાં અભ્યાસ કરે છે
અંજાર પીઆઈ બી.આર. પરમારે જણાવ્યું કે, આ કિસ્સામાં જેના ઘરે સગીરા પર બળાત્કાર ગુજારાયો તે આરોપી કિશોરી પણ 15 વર્ષની છે. બંને એક જ શાળામાં અભ્યાસ કરે છે. પીડિતાનો બૉયફ્રેન્ડ પણ 17 વર્ષની ઉમરનો છે અને ચિત્રકૂટ સર્કલ પાસે એક મેડિકલ શોપમાં કામ કરે છે. પીડિતા સાથે તેની દોસ્તી સહપાઠી કિશોરીએ જ કરાવી આપી હતી. બનાવના દિવસે પીડિતા સ્કુલે જવાના નામે ઘરેથી નીકળીને સહપાઠી કિશોરીના ઘેર આવી હતી. આરોપી કિશોરીના પિતા વિદેશમાં કામ કરે છે અને માતા ઘરકામ કરે છે. ઘરે કોઈ હાજર ના હોઈ કિશોરીએ પીડિતાના બૉય ફ્રેન્ડને મળવા ઘરે બોલાવ્યો હતો.
એનેસ્થેસ્ટીક ઈન્જેક્શન આપી દુષ્કર્મ ગુજાર્યું
મેડિકલ શોપમાં કામ કરતા 17 વર્ષિય સગીર આરોપીએ પોલીસને જણાવ્યું કે તેણે સગીરાને અડધુ અંગ બેશુધ્ધ પડી જાય તે પ્રકારનું એનેસ્થેટીક ઈન્જેક્શન આપ્યું હતું. ઈન્જેક્શનના ઓવરડૉઝના કારણે પીડિતાનું અડધુ અંગ ખોટું પડી ગયું હોવાનું પોલીસ માની રહી છે.
updated 23:00 on 22-06-2018
Share it on
|