કચ્છખબરડૉટકોમ, ભુજઃ તાજેતરમાં રાજ્યમાં પોલીસ ઈન્સ્પેક્ટર્સની નવી ૨૦૦ જગ્યા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર્સની નવી ૩૦૦ જગ્યા, એએસઆઈની નવી ૨૮૦ જગ્યા ઊભી કરવા નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત વધારાના પીઆઈની ઘટ પૂરવા રાજ્યના પોલીસ વડાએ આજે રાજ્યના ૨૩૩ બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર્સને પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે હંગામી ધોરણે બઢતી આપી છે, જેમાં પૂર્વ કચ્છમાં ફરજરત બે મહિલા PSI સહિત ૯ PSIની પીઆઈ તરીકે બઢતી થઈ છે. પશ્ચિમ કચ્છના બે પીએસઆઈને પીઆઈ તરીકે પ્રમોશન મળ્યું છે.
બઢતી મેળવનારાઓમાં પૂર્વ કચ્છના પીએસઆઈ બી.જી. રાવલ, વાય.કે. ગોહિલ, એન.કે. ચૌધરી, આર.આર. રાણા, ડી.એલ. ખાચર, એસ.એસ. વરુ, ડી.જી. ગોહિલ તથા મહિલા પીએસઆઈ એન.આઈ. બારોટ અને સી.બી. રાઠોડનો સમાવેશ થાય છે. જ્યારે, પશ્ચિમ કચ્છમાંથી બી.એન. મોઢવાડિયા અને આર.સી. ગોહિલને બઢતી મળી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ૨૪ જૂલાઈના રોજ પીઆઈ, પીએસઆઈ અને એએસઆઈની નવી હંગામી જગ્યાઓ ઊભી કરવા સાથે પશ્ચિમ કચ્છમાં પીએસઆઈ કક્ષાના ૮ અને પૂર્વ કચ્છના ૫ પોલીસ સ્ટેશન મળી ૧૩ પોલીસ સ્ટેશનને પીઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરાયાં હતાં.
Share it on
|