click here to go to advertiser's link
Visitors :  
28-Jun-2026, Sunday
Home -> Kandla -> Transporter and driver booked for supplying adulterated imported coal in Kandla
Wednesday, 07-Sep-2022 - Kandla 114734 views
કંડલાઃ ૮.૮૨ લાખના આયાતી કોલના બદલે ભેળસેળિયો કોલસો પધરાવ્યો!
કચ્છખબરડૉટકોમ, કંડલાઃ કંડલા બંદરે આવતાં ઈમ્પોર્ટેડ કોલસાના જથ્થાને ટ્રકમાં ભરીને રસ્તામાં અધવચ્ચે ભેળસેળ કરવાનો વધુ એક બનાવ બહાર આવ્યો છે. ગાંધીધામના ભારાપરમાં આવેલી સાલ સ્ટીલ લિમિટેડને સ્થાનિક ટ્રાન્સપોર્ટરે માટી અને પથ્થરોની ભેળસેળવાળો કોલસો ધાબડી દઈ ૮.૮૨ લાખની છેતરપિંડી કરી છે.

કંપનીના જનરલ મેનેજર મનોહર હિન્દુજાએ કંપની સાથે થયેલાં વિશ્વાસઘાત બદલ પવન ટ્રાન્સલોગના નામથી પેઢી ધરાવતાં શામજી આહીર અને ડમ્પરના ડ્રાઈવર સામે કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું કે તેમણે ગાંધીધામના અગ્રવાલ કોલ કોર્પોરેશનમાંથી સાઉથ આફ્રિકાનો RB-2 ગ્રેડનો ઈમ્પોર્ટેડ કોલ ખરીદયો હતો. કોલસાનો જથ્થો કંડલા પોર્ટના પ્લોટ નંબર ૨૪માં સંઘરાયેલો હતો. જેથી તેમણે પોર્ટથી કોલસો ભરીને તેમની ભારાપરના પ્લાન્ટમાં ઠાલવવા માટે શામજી આહીરને કામ આપ્યું હતું.

સોમવારે શામજીની પેઢીના ડમ્પરે ૪૮.૮૭૦ મેટ્રિક ટન કોલસો કંપનીમાં ખાલી કર્યો હતો પરંતુ તે આયાતી સાઉથ આફ્રિકન કોલસો નહોતો અને તેમાં માટી પથ્થરની ભેળસેળ હતી. કંડલા પોલીસે નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, કંડલા અને મુંદરા બંદરે આયાત થતાં માલ-સામાનની રસ્તામાં અધવચ્ચે મોટાપાયે ભેળસેળ અને ચોરી થાય છે. કેટલીક ચોક્કસ ગેંગો સુઆયોજીત રીતે ડ્રાઈવરોને ફોડીને આ કૌભાંડ આચરે છે. આવા કરતૂતો સામે આંખ આડા કાન કરવા બદલ પલળેલાં ખાખીધારીઓ અને ચોપાનિયાઓને પણ ભરપેટ ‘પ્રસાદી’ મળતી રહે છે.

Share it on
   

Recent News  
જમીન વેચાણના બહાને ૧.૩૯ કરોડ રૂપિયા પડાવીને ભુજના યુવક સાથે વિશ્વાસઘાત ઠગાઈ
 
બરંદામાં ભેદી સંજોગોમાં મૃત્યુ બાદ યુવકને દફન કરી દેવાયોઃ પોલીસે આદરી તપાસ
 
બે ચોરના થેલામાંથી વિદેશી પિસ્ટલ સાથે ૨૬ કારતૂસ મળતાં આદિપુર પોલીસ ચોંકી ઉઠી!