click here to go to advertiser's link
Visitors :  
02-Apr-2026, Thursday
Home -> Kandla -> Promotion of Blue Economy and green ports Read various plan of DPT
Saturday, 29-Jan-2022 - Kandla 6153 views
ગ્રીન પોર્ટ સાથે બ્લ્યૂ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા DPTના ‘અમૃતકાલ’ના આયોજન
કચ્છખબરડૉટકોમ, કંડલાઃ ‘બ્લ્યૂ ઈકોનોમી’ને પ્રોત્સાહન આપવા માટે પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે ‘ગ્રીન પોર્ટ’ અંતર્ગત વિવિધ અભિનવ આયોજનો અમલમાં મૂકવા વિચારણા હાથ ધરી છે. લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિપિંગમાં આમૂલ પરિવર્તન આણવા માટેનો એક્શન પ્લાન ગ્રીન પોર્ટ્સ માટે નિર્ધારિત લક્ષ્યોને પૂર્ણ કરવામાં સહાયરૂપ બની રહેશે.

આ સંદર્ભે, ભારતીય બંદરોના પર્યાવરણ, સુરક્ષા અને સ્વાસ્થ્ય ક્ષેત્રે યુનાઈટેડ નેશન્સે નિર્ધારિત કરેલાં સસ્ટેઈનેબલ ડેવલોપમેન્ટના ધ્યેયો અંગે એક વર્કિંગ ગૃપ રચવામાં આવ્યું હતું. શિપિંગ મિનિસ્ટ્રીએ દિનદયાળ પોર્ટના ચેરમેન એસ.કે. મહેતાના અધ્યક્ષસ્થાને આ વર્કિંગ ગૃપની રચના કરી હતી. આ વર્કિંગ ગૃપે પ્રદૂષણ નાથી ગ્રીન શિપિંગને પ્રમોટ કરવા અમલમાં મૂકી શકાય તેવો એક પ્લાન ઘડ્યો છે. આગામી ૨૫ વર્ષ દરમિયાન એટલે કે ઈન્ડિયા વિઝન @ ૨૦૪૭ અંતર્ગત બ્લ્યૂ ઈકોનોમી એક્શન પ્લાન ઘડાયો છે, જે ભારત સરકારના ‘અમૃતકાલ’ના લક્ષ્યાંકો સાથે સંકલિત છે. ગ્રીન પોર્ટને વિકસાવવા માટે દિનદયાળ પોર્ટે જે વિવિધ પ્રકલ્પોના આયોજન અને પહેલ શરૂ કરી છે જે નીચે મુજબ છે.

રીન્યુએબલ એનર્જી એન્ડ એનર્જી મેનેજમેન્ટ

♦દિનદયાળ પોર્ટ પહેલાંથી ૨૦ મેગાવોટ પવનઊર્જા ઉત્પન્ન કરે છે અને ૧૦ મેગાવોટ વીજળીનું વેચાણ કરે છે. પવનઊર્જા ડીપીટી માટે આવકનો વધારાનો સ્ત્રોત પૂરવાર થઈ છે અને નવેમ્બર ૨૦૨૧ સુધી તેમાંથી ૧૫.૨૬ કરોડ રૂપિયાની આવક થઈ હતી.

♦૧૦૦ અને ૧૨૦ ટનની ક્ષમતાવાળી ચાર મોબાઈલ હાર્બર ક્રેન કે જે હાલ ડીઝલ આધારીત છે તે વીજ આધારીત કરવામાં આવશે.

♦ઊર્જાના વ્યવસ્થાપન અને નીરિક્ષણ માટે CISCO IOT પાયલોટ પ્રોજેક્ટ

♦ભવિષ્યના ‘સ્માર્ટ લાઈટીંગ’ પ્લાન અંતર્ગત પોર્ટમાં ૧૫૦૦ LED લગાડવામાં આવી રહી છે

પ્રદૂષણ નાથવાના ઉપાય અને યાંત્રિકીકરણ

♦કોલયાર્ડમાં કોલસાની ઉડતી ભૂકી પર પાણી છાંટવા માટે સ્પ્રિન્કલીંગ સિસ્ટમ માટે SITCને ૬-૦૧-૨૦૨૨ના રોજ ટેન્ડર જારી

♦ટ્રક માઉન્ટેડ મિસ્ટ કેનન તેમજ રોડ/જેટીની સફાઈ માટે ૨૧-૧૨-૨૦૨૧ના રોજ વર્ક ઓર્ડર અપાયો હતો. હાલ આ કેનન અને સ્વીપીંગ મશીન પોર્ટ વિસ્તારમાં સફાઈ થઈ રહી છે

♦સ્ટોરેજ એરીયામાં ઉડતી કોલસાની ભૂકીની સમસ્યા અટકાવવા સ્ક્રીન વૉલ ઈન્સ્ટોલ કરાઈ રહી છે

♦બર્થ નંબર ૧૪ના મિકેનાઈઝેશનનું આયોજન. ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. સ્ટોરેજ એરીયાના રીડેવલોપમેન્ટનું કામ જારી.

♦કોલ બર્થ માટે કન્વેયર મારફતે કોલ હેન્ડલિંગના મિકેનાઈઝેશનનું આયોજન

રીસાયક્લિંગ

♦સૂએજ ટ્રીટમેન્ટ પ્લાનઃ

ટાઉનશીપના ૧ MLD પાણીની ટ્રીટમેન્ટ માટે એક્સપ્રેશન ઑફ ઈન્ટરેસ્ટ જારી (૦.૬ MLD ગાંધીધામમાં અને ૧.૫ MLD કંડલામાં)

♦ટાઉનશીપમાં વહી જતાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ભાવિ આયોજન

♦પેપરલેસ કામગીરી સંદર્ભે E-office, EBS, RFID વગેરે કામગીરી જારી

ગ્રીન કવર

♦‘ગ્રીન બેલ્ટ’ની પહેલ હેઠળ ડીપીટીએ પોર્ટમાં ગ્રીન કવરનું પ્રમાણ વધાર્યું છે અને ગ્રીન બેલ્ટ કવરને ૩૩ ટકા સુધી લઈ જવાનું ધ્યેય છે.

Share it on
   

Recent News  
દિનદયાલ પોર્ટ કંડલાએ ૧૬૦.૧૧ મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરી ઐતિહાસિક સિધ્ધિ મેળવી
 
અદાણી પોર્ટ & SEZએ ૫૦૦ MMT કાર્ગો હેન્ડલ કરી ઐતિહાસિક માઈલસ્ટોન પાર કર્યો
 
૩૧ માર્ચે પોલીસે સરવૈયું સરભર કર્યું! કચ્છ પોલીસે ૧૮.૧૬ લાખનો શરાબ ઝડપ્યો