click here to go to advertiser's link
Visitors :  
28-Jun-2026, Sunday
Home -> Kandla -> Police expose gamble den in KASEZ Detains seven
Friday, 26-Apr-2019 - Kandla 4774 views
કંડલા સેઝમાં સિક્યોરીટીનો સંચાલક જુગાર ક્લબ ચલાવતાં ઝડપાયોઃ કુલ 7 પકડાયાં
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કંડલા સેઝના એક બંધ પડેલા એકમમાં ખુદ સિક્યોરીટી એજન્સીનો સંચાલક જુગારક્લબ ચલાવતાં રંગેહાથ ઝડપાયો છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ એમ.જી.ઝાલા અને ડી સ્ટાફના ખોડુભા ઝાલાને બાતમી મળી હતી કે, કંડલા સેઝના સ્પેશિયલ સેક્ટર બેમાં આવેલી મેસર્સ ટ્રાયશન કેમિકલ્સ ઈન્ડિયા લિમિટેડ કંપનીના બંધ એકમમાં જુગારધામ ધમધમે છે.

આ જુગારક્લબનો સંચાલક H.B. સિક્યોરીટી સર્વિસનો સંચાલક હર્ષદસિંહ બાલુભા જાડેજા (ઉ.વ.30, રહે. ગાયત્રીનગર, કિડાણા સોસાયટી, ગાંધીધામ) છે. જે બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી ધાણી-પાસાનો જુગાર રમાડે છે. બાતમી મળતાં જ પોલીસે કાસેઝના જવાબદારો પાસેથી મંજૂરી લઈ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ક્લબના સંચાલક હર્ષદસિંહ જાડેજા સહિત અન્ય છ ખેલીને 1 લાખ 5 હજાર 600ની રોકડ રકમ સાથે જુગટું રમતાં રંગેહાથ ઝડપી પાડ્યાં હતા. આરોપીઓ પાસેથી પોલીસે 26 હજારની કિંમતના 7 નંગ મોબાઈલ ફોન, 75 હજારની કિંમતના 3 મોટર સાયકલ મળી કુલ 2 લાખ 6600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલાં અન્ય ખેલીઓમાં નીતેશ ઊર્ફે ભુટ્ટો જખુભાઈ મહેશ્વરી, રાજેશ લાલજીભાઈ મહેશ્વરી, પ્રવિણ જેઠાભાઈ ભરવાડ, હિતેશ ખેરાજભાઈ ગરવા, કેશાભાઈ વેલજીભાઈ મહેશ્વરી અને કરસન ગોપાલભાઈ માતંગનો સમાવેશ થાય છે. સાતેય વિરુધ્ધ જુગારધારાની કલમ 4 અને 5 હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

Share it on
   

Recent News  
જમીન વેચાણના બહાને ૧.૩૯ કરોડ રૂપિયા પડાવીને ભુજના યુવક સાથે વિશ્વાસઘાત ઠગાઈ
 
બરંદામાં ભેદી સંજોગોમાં મૃત્યુ બાદ યુવકને દફન કરી દેવાયોઃ પોલીસે આદરી તપાસ
 
બે ચોરના થેલામાંથી વિદેશી પિસ્ટલ સાથે ૨૬ કારતૂસ મળતાં આદિપુર પોલીસ ચોંકી ઉઠી!