click here to go to advertiser's link
Visitors :  
28-Jun-2026, Sunday
Home -> Kandla -> KPT Chairman unfolds Calender of year 2020 Read about theme
Friday, 27-Dec-2019 - Kandla 5966 views
કંડલા દિનદયાલ પોર્ટનું 2020નું કેલેન્ડર પ્રકાશિતઃ જાણો શું છે કેલેન્ડરની થીમ
કચ્છખબરડૉટકોમ, કંડલાઃ દેશના 12 બંદરગાહોમાં પ્રથમ ક્રમે બીરાજતા કંડલા દિનદયાળ પોર્ટે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષનું કેલેન્ડર પ્રગટ કરવાની પરંપરા જારી રાખી છે. અન્ય કોઈ બંદરગાહો દ્વારા આવા કેલેન્ડર જારી કરાતા નથી. કેપીટીના ચેરમેન એસ.કે.મહેતા, વિવિધ વિભાગના હેડ અને અન્ય વરિષ્ઠ કર્મચારીની ઉપસ્થિતિમાં પ્રશાસનિક ભવન ખાતે કેલેન્ડરનું વિમોચન કરાયું હતું. કેલેન્ડરમાં પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉપલબ્ધ સુવિધા અને તેના સૌંદર્ય દર્શાવતી સુંદર તસવીરો પ્રગટ કરાઈ છે.

વાડીનાર ખાતેના સિંગલ બૉય મુરીંગ, પોર્ટનું રાત્રિદ્રશ્ય, ઓઈલ હેન્ડલીંગ ફેસિલીટીઝ, ટીમ્બર હેન્ડલીંગ અને કોટા સ્ટોન હેન્ડલીંગ, કન્ટેઈનર હેન્ડલીંગ અને સ્ટોરેજ ફેસિલીટીઝને દર્શાવતી વિવિધ તસવીરો કેલેન્ડરમાં સ્થાન પામી છે.

Share it on
   

Recent News  
જમીન વેચાણના બહાને ૧.૩૯ કરોડ રૂપિયા પડાવીને ભુજના યુવક સાથે વિશ્વાસઘાત ઠગાઈ
 
બરંદામાં ભેદી સંજોગોમાં મૃત્યુ બાદ યુવકને દફન કરી દેવાયોઃ પોલીસે આદરી તપાસ
 
બે ચોરના થેલામાંથી વિદેશી પિસ્ટલ સાથે ૨૬ કારતૂસ મળતાં આદિપુર પોલીસ ચોંકી ઉઠી!