click here to go to advertiser's link
Visitors :  
28-Jun-2026, Sunday
Home -> Kandla -> Former officer of KPT trapped in CBI net for disproportionate assets case
Wednesday, 11-Nov-2020 - Kandla 22617 views
કંડલા પોર્ટના પૂર્વ ઑફિસર સીબીઆઈના સકંજામાં ફસાયાં: ઘર-ઑફિસમાં દરોડા
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કંડલા પોર્ટમાં લેબર ઑફિસર તરીકે જોડાયેલાં અને પ્રમોશન મેળવીને હાલ કોચીન પોર્ટ ટ્રસ્ટના ઉપાધ્યક્ષના સ્થાને પહોંચેલા સિરીલ સી. જ્યોર્જ સીબીઆઈના સકંજામાં ફસાયાં છે. સિરીલે તેમની સત્તાવાર આવકની તુલનાએ 90.73 લાખની સંપત્તિ વધુ વસાવી હોવાનું સ્પષ્ટ થયા બાદ સીબીઆઈના એન્ટી કરપ્શન બ્યૂરૉએ તેમની સામે આવક કરતાં વધુ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે.

કોચીન પોર્ટમાં 2004થી 2013ના સમયગાળામાં સેક્રેટરી તરીકે ફરજ દરમિયાન સિરીલે આ અપ્રમાણસર સ્થાવર-જંગમ મિલકત તેમના સ્વજનોના નામે વસાવી હોવાનું સીબીઆઈએ જણાવ્યું છે. સત્તાવાર આવકની તુલનાએ આ મિલકત 120 ટકા વધુ છે. સિરીલ 1987માં કંડલા પોર્ટના લેબર ઑફિસર હતા અને 1993 સુધી કંડલામાં ફરજ બજાવ્યા બાદ તેમની બદલી થઈ હતી. ગુનો દાખલ થયા બાદ સીબીઆઈએ તેમના નિવાસસ્થાન અને કચેરીમાં દરોડા પાડી મોટાપાયે આર્થિક વ્યવહારો, મિલકતના દસ્તાવેજો, રોકાણના પૂરાવા વગેરે જપ્ત કર્યાં છે. તેમના પત્ની એર્નાકૂલમમાં પ્રાથમિક શિક્ષિકા છે.

Share it on
   

Recent News  
જમીન વેચાણના બહાને ૧.૩૯ કરોડ રૂપિયા પડાવીને ભુજના યુવક સાથે વિશ્વાસઘાત ઠગાઈ
 
બરંદામાં ભેદી સંજોગોમાં મૃત્યુ બાદ યુવકને દફન કરી દેવાયોઃ પોલીસે આદરી તપાસ
 
બે ચોરના થેલામાંથી વિદેશી પિસ્ટલ સાથે ૨૬ કારતૂસ મળતાં આદિપુર પોલીસ ચોંકી ઉઠી!