click here to go to advertiser's link
Visitors :  
28-Jun-2026, Sunday
Home -> Kandla -> DPT bags MALA award consecutively 10th time in a row
Sunday, 22-Sep-2019 - Gandhidham 4816 views
દિનદયાલ કંડલા પોર્ટ સળંગ 10મીવાર ‘માલા’ એવોર્ડથી સન્માનિત
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કાર્ગો હેન્ડલીંગમાં દેશમાં મોખરાનું સ્થાન ભોગવતા દિનદયાલ કંડલા પોર્ટે સતત દસમીવાર ‘માલા’ એવોર્ડ જીત્યો છે. ‘એક્ઝિમ ઈન્ડિયા’ સંસ્થા દ્વારા 2009થી વિવિધ 40 કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી દર્શાવનારાં પોર્ટ્સ અને વ્યક્તિવિશેષને ‘ઑલ ઈન્ડિયા મેરીટાઈમ એન્ડ લોજીસ્ટીક એવોર્ડ (માલા)’ એનાયત કરાય છે.

જે અંતર્ગત બેસ્ટ મેજર પોર્ટ અને ઑલ ઑફ ફેમનો એવોર્ડ કંડલાને પ્રાપ્ત થયો છે. 2009થી સળંગ દસમીવાર કંડલા પોર્ટ ‘માલા’ એવોર્ડ જીતતું આવ્યું છે. મુંબઈની હોટેલમાં આયોજીત એવોર્ડ સમારોહમાં પોર્ટના ચેરમેન સંજય મહેતાએ અને પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ ટ્રોફી અને પ્રમાણપત્ર સ્વિકાર્યા હતા. એવોર્ડ સમારોહમાં શિપીંગ ક્ષેત્રના મહાનુભાવો અને વિવિધ પોર્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Share it on
   

Recent News  
જમીન વેચાણના બહાને ૧.૩૯ કરોડ રૂપિયા પડાવીને ભુજના યુવક સાથે વિશ્વાસઘાત ઠગાઈ
 
બરંદામાં ભેદી સંજોગોમાં મૃત્યુ બાદ યુવકને દફન કરી દેવાયોઃ પોલીસે આદરી તપાસ
 
બે ચોરના થેલામાંથી વિદેશી પિસ્ટલ સાથે ૨૬ કારતૂસ મળતાં આદિપુર પોલીસ ચોંકી ઉઠી!