click here to go to advertiser's link
Visitors :  
28-Jun-2026, Sunday
Home -> Kandla -> Diesel pilferage Kandla police sieze diesel worth Rs. 2.84 Lakh from truck
Thursday, 03-Sep-2020 - Kandla 11259 views
કંડલામાં BPCLની લાઈનમાંથી ડિઝલચોરીનો પર્દાફાશઃ પોલીસે 2.84 લાખનું ડિઝલ ઝડપ્યું
કચ્છખબરડૉટકોમ, કંડલાઃ પેટ્રોલિયમ કંપનીની પાઈપલાઈનમાંથી ચોરી કરીને ડિઝલ ભરેલાં કેરબા લઈ જતી એક ટ્રક અને તેના ડ્રાઈવર ક્લિનરને કંડલા પોલીસે ઝડપી પાડી 2.84 લાખની કિંમતના ડિઝલનો જથ્થો જપ્ત કર્યો છે. બાતમીના આધારે કંડલા પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ.જાડેજાએ આજે પરોઢે GJ-03 V-9072 નંબરની ટ્રક અટકાવી તેની તલાશી લેતાં તેમાંથી ડિઝલ ભરેલાં 35 કેરબા મળી આવ્યાં હતા.

ટ્રકના ડ્રાઈવર-ક્લિનરની પૂછતાછમાં પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતાં વધુ 69 ડિઝલ ભરેલાં કેરબા તેમજ ડિઝલ કાઢવા માટે ઉપયોગમાં લેવાયેલાં પાઈપના ટૂકડાઓ મળી આવ્યાં હતા. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ટ્રકના ડ્રાઈવર અમરત ખેતાભાઈ કોલી (રહે. શાંતિધામ-5, વરસામેડી) અને ક્લિનર કનજી રણછોડ કોલી (રહે.રતનાલ)એ જણાવ્યું કે તેમની બાજુમાં રહેતાં પડોશી ટીનાએ તેમને ટ્રકમાં ખાલી કેરબા લઈ જઈ ભરેલાં કેરબા લઈ આવવા જણાવ્યું હતું. કૌભાંડનો રેલો ગાંધીધામના મચ્છુનગર સુધી લંબાયો છે. ટ્રકની આગળ એક બાઈકચાલક પાયલોટીંગ કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. પીઆઈ જાડેજાએ જણાવ્યું કે, આરોપીઓએ ભારત પેટ્રોલિયમની પાઈપલાઈનમાંથી ડિઝલની ચોરી કરી હતી. અસલી ડિઝલચોર ગેંગને ઝડપી પાડવા પોલીસે કમર કસી છે. કંડલા પોલીસે 10 લાખની ટ્રક અને 2.84 લાખની કિંમતના 3640 લિટર ડિઝલ ભરેલાં 124 કેરબા જપ્ત કરી ડ્રાઈવર-ક્લિનરને ઝડપી સઘન પૂછતાછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે અગાઉ પણ નાઈટ પેટ્રોલીંગ દરમિયાન રાષ્ટ્રીય સંપત્તિની ચોરી કરતી ગેંગને રંગેહાથ ઝડપી હતી. પોલીસની સક્રિયતાએ પેટ્રોલિયમ પદાર્થો ચોરીને રોકડી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

Share it on
   

Recent News  
જમીન વેચાણના બહાને ૧.૩૯ કરોડ રૂપિયા પડાવીને ભુજના યુવક સાથે વિશ્વાસઘાત ઠગાઈ
 
બરંદામાં ભેદી સંજોગોમાં મૃત્યુ બાદ યુવકને દફન કરી દેવાયોઃ પોલીસે આદરી તપાસ
 
બે ચોરના થેલામાંથી વિદેશી પિસ્ટલ સાથે ૨૬ કારતૂસ મળતાં આદિપુર પોલીસ ચોંકી ઉઠી!