click here to go to advertiser's link
Visitors :  
28-Jun-2026, Sunday
Home -> Kandla -> Cosmetice beauty products worth Rs. 3.94 Lakh stolen from KASEZ
Thursday, 09-May-2019 - Kandla 5836 views
ગોરા થવા તસ્કરો કાસેઝમાંથી 3.94 લાખની ‘ફેર એન્ડ લવલી’ ક્રીમના બોક્સ ચોરી ગ્યાં!
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના એક ગોડાઉનનું છાપરું ખોલીને દુબઈ નિકાસ અર્થે રાખવામાં આવેલી ‘ફેર એન્ડ લવલી’ બ્રાન્ડની કોસ્મેટિક ક્રીમનો 3.94 લાખ રૂપિયાનો જથ્થો કોઈક ચોરી ગયું છે. હિન્દુસ્તાન યુનિલિવર કંપનીની એક્સપોર્ટ થતી પ્રોડક્ટના સ્ટોરેજનું કામ કરતી કાસેઝસ્થિત પેઢીના સંચાલક પ્રકાશ નંદકિશોર ગુપ્તાએ બનાવ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

તેમણે ગોડાઉન નંબર 5માં ફેર એન્ડ લવલી બ્રાન્ડની બે અલગ અલગ પ્રકારની ક્રીમની જથ્થો સ્ટોર કર્યો હતો. આ જથ્થો એક્સપોર્ટ માટે કન્ટેઈનરમાં લોડ કરાતો હતો ત્યારે તેમાં 700 જેટલાં બોક્સ ઓછાં જોવા મળ્યાં હતા. ગોડાઉનની તપાસ કરતાં ઉપરની છતના લોખંડના પતરાંને કોઈએ ટામી અને ડિસમીસ વડે ખોલ્યાં હોવાનું માલુમ પડ્યું હતું.

Share it on
   

Recent News  
જમીન વેચાણના બહાને ૧.૩૯ કરોડ રૂપિયા પડાવીને ભુજના યુવક સાથે વિશ્વાસઘાત ઠગાઈ
 
બરંદામાં ભેદી સંજોગોમાં મૃત્યુ બાદ યુવકને દફન કરી દેવાયોઃ પોલીસે આદરી તપાસ
 
બે ચોરના થેલામાંથી વિદેશી પિસ્ટલ સાથે ૨૬ કારતૂસ મળતાં આદિપુર પોલીસ ચોંકી ઉઠી!