click here to go to advertiser's link
Visitors :  
02-Apr-2026, Thursday
Home -> Kandla -> Bag containing cash and mobile stolen from train engine within 5 minute
Wednesday, 18-Dec-2019 - Kandla 5224 views
લે.. ટ્રેન ડ્રાઈવર લઘુશંકા કરવા નીચે ઉતર્યો ને એન્જિનમાં રાખેલી બેગ ચોરાઈ ગઈ!
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કંડલામાં મધરાત્રે લઘુશંકા કરવા પાંચ મિનિટ માટે ટ્રેનના એન્જિનમાંથી નીચે ઉતરેલાં ટ્રેનના ડ્રાઈવરની બેગની ચીલઝડપ થઈ ગઈ હોવાનો બનાવ કંડલા મરીન પોલીસ મથકે નોંધાયો છે. ગાંધીધામ રેલવે કોલોનીમાં રહેતા અને ગુડ્ઝ ટ્રેનમાં લોકો પાયલટ તરીકે ફરજ બજાવતા રામકરણ મિણાએ બનાવ અંગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ગત 11મી ડિસેમ્બરની મધરાત્રે 1.15થી 1.20ના ગાળામાં ચોરીનો બનાવ બન્યો હતો.

35 વર્ષિય રામકરણ કંડલા રેલવે સ્ટેશન નજીક ગુડ્ઝ ટ્રેનના એન્જિનમાં ફરજ પર હતો. તેની સાથે ફરજ બજાવતો સહડ્રાઈવર કિરીટ પટેલ નજીકની અન્ય ટ્રેનના એન્જિનમાં ખોટીપો સર્જાતાં તે ચેક કરવા નીચે ઉતર્યો હતો. દરમિયાન, રામકરણ પણ પાંચ મિનિટ માટે એન્જિનને રેઢું મુકી લઘુશંકા કરવા નીચે ઉતર્યો હતો. આ સમયગાળામાં એન્જિનમાં રાખેલી તેની અને કિરીટ પટેલની બેગ ‘ઉપડી’ ગઈ હતી. રામકરણની બેગમાં 2800ની રોકડ અને 5 હજારની કિંમતનો મોબાઈલ ફોન હતા. જે ચોરાઈ ગયા છે.

Share it on
   

Recent News  
દિનદયાલ પોર્ટ કંડલાએ ૧૬૦.૧૧ મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરી ઐતિહાસિક સિધ્ધિ મેળવી
 
અદાણી પોર્ટ & SEZએ ૫૦૦ MMT કાર્ગો હેન્ડલ કરી ઐતિહાસિક માઈલસ્ટોન પાર કર્યો
 
૩૧ માર્ચે પોલીસે સરવૈયું સરભર કર્યું! કચ્છ પોલીસે ૧૮.૧૬ લાખનો શરાબ ઝડપ્યો