click here to go to advertiser's link
Visitors :  
02-May-2025, Friday
Home -> Gandhidham -> With historic 150.16 MMT Cargo handling DPA Kandla become Numero Uno in India
Tuesday, 01-Apr-2025 - Kandla 19766 views
પારાદિપ પોર્ટને પછાડી ૧૫૦.૧૬ MMT કાર્ગો સાથે DPA કંડલા પોર્ટ દેશમાં ફરી નંબર વન
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કચ્છના દિનદયાળ કંડલા પોર્ટે ૩૧ માર્ચ ૨૦૨૫ના રોજ પૂરાં થતાં નાણાંકીય વર્ષના અંતે કુલ ૧૫૦.૧૬ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરી, પ્રતિસ્પર્ધી પારાદીપ પોર્ટને પાછળ છોડીને ફરી દેશના નંબર વન પોર્ટનો તાજ હાંસલ કર્યો છે. ૨૦૨૪ના વર્ષમાં કંડલા પોર્ટે હેન્ડલ કરેલાં ૧૩૨.૩૭ MMT કાર્ગોની તુલનાએ પારાદીપ પોર્ટે ૧૪૫.૩૮ MMTકાર્ગો હેન્ડલ કરીને સતત ૧૬ વર્ષથી સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગમાં અજેય રહેનાર કંડલા પોર્ટની આગેકૂચને અટકાવી દેશના નંબર વન પોર્ટનો તાજ છીનવી લીધો હતો.

એક જ વર્ષની અંદર કંડલા પોર્ટે ફરી એ તાજ હાંસલ કરી લીધો છે.

DPA (દિનદયાળ પોર્ટ ઑથોરીટી)ના ચેરમેન સુશીલકુમાર સિંઘે linkedin.com પર તેમની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે ગત વર્ષની તુલનાએ સતત ૧૩ ટકા વૃધ્ધિદર સાથે ૧૫૦.૧૬ MMT સાથે કંડલા પોર્ટે ઈતિહાસનો અત્યારસુધીનો સૌથી વધુ કાર્ગો હેન્ડલ કર્યો છે.

આ ઐતિહાસિક સિધ્ધિ બદલ સિંઘે તમામ હિતધારકો, પીપીપી ઓપરેટર્સ, પોર્ટના સૌ અધિકારી કર્મચારીઓ અને હિતેચ્છુ સંગઠનોનો આભાર માન્યો છે. પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે પારાદીપ પોર્ટે જાહેર કરેલાં આંકડા મુજબ ૧૫૦ MMT કાર્ગો હેન્ડલ કર્યો છે, તેની તુલનાએ કંડલા પોર્ટે .૧૬ MMT અધિક કાર્ગો હેન્ડલ કરી દેશના તમામ ૧૨ સરકારી મેજર પોર્ટમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે.

ટ્રમ્પે છેડેલી ટેરીફ વૉરના પગલે વૈશ્વિક સ્તરે ફેલાયેલી ચિંતા, યુક્રેન અને રશિયા વૉર સાથે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વૉર, ઘરઆંગણે ઘેરાતી મંદી સહિતના વિવિધ ઘરેલુ અને વૈશ્વિક પરિબળો વચ્ચે આ વૃધ્ધિ દર સીમાચિહ્નરૂપ છે.

હાલ પોર્ટ પ્રશાસન કયા પ્રકારના કાર્ગોમાં સૌથી વધુ ગ્રોથ નોંધાયો તેનું મૂલ્યાંકન કરી રહ્યું છે.

Share it on
   

Recent News  
ભચાઉમાં શિક્ષક પર છરીથી હુમલો કરી બાઈકસવાર ત્રિપુટી મોબાઈલ ફોન લૂંટીને ફરાર
 
અંજારની વેલસ્પન કંપનીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ સગો મોટો ભાઈ નીકળ્યો હત્યારો
 
નલિયામાં ‘પીધેલો’ હેડ કોન્સ્ટેબલ અને માંડવીમાં ‘ચકચુર’ હોમગાર્ડ અધિકારી ઝડપાયાં