કચ્છખબરડૉટકોમ,ગાંધીધામઃ ઉનાળાની ઋતુમાં મુસાફરોની માગ અને સુવિધાને અનુલક્ષીને પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ દાનાપુર અને ગાંધીધામ દાનાપુર વચ્ચે વિશેષ ભાડા સાથે બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09413 ગાંધીધામ-દાનાપુર સ્પેશિયલ ગાંધીધામથી શુક્રવાર, 19 એપ્રિલ, 2024ના રોજ 11.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20.30 કલાકે દાનાપુર પહોંચશે. તે જ રીતે ટ્રેન નંબર 09414 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ 20 એપ્રિલ, 2024 શનિવારના રોજ દાનાપુરથી 23.30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 07.30 કલાકે અમદાવાદ પહોંચશે.
રૂટ પર બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, સંત હિરદારામનગર, બીના, સાગર, દમોહ, કટની મુડવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પં. દિનદયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ હશે.
ટ્રેન નંબર 09413 ગાંધીધામ-દાનાપુર સ્પેશિયલને સામખિયાળી, ધ્રાંગધ્રા, વિરમગામ અને અમદાવાદ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટિકિટનું બુકિંગ 18 એપ્રિલ, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
Share it on
|