click here to go to advertiser's link
Visitors :  
17-May-2026, Sunday
Home -> Bhachau -> Cinematic car chase leads to Rs 7 lakh liquor bust near Nara Bhachau
Monday, 02-Feb-2026 - Bhachau 35156 views
બોગસ નંબર પ્લેટવાળી કારનો પીછો કરી LCBએ નરા પાસેથી ૭ લાખનો દારૂ ઝડપ્યો
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે પીછો કરીને ભચાઉના નરા પાસેથી ૭ લાખનો ઈંગ્લિશ દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી છે. કારમાં સવાર બૂટલેગર ત્રિપુટી પોલીસને થાપ આપીને બાવળની ગીચ ઝાડીઓમાં ફરાર થઈ ગઈ છે. દારૂ ભરેલી ક્રેટા કાર સામખિયાળીથી ગાંધીધામ આવી રહી હોવાની બાતમીના આધારે રવિવારે સાંજે LCB ટીમે ભચાઉના ચોપડવા બ્રિજ પર રોડ બ્લોક કરાવ્યો હતો. પોલીસની હાજરીનો અંદેશો આવી જતાં દારુ ભરેલી ક્રેટા કારે બ્રિજ નીચેથી યુટર્ન લઈ ભચાઉ તરફ ગઈ હતી.

એલર્ટ પોલીસે તુરંત જ આ કારનો પીછો શરૂ કરેલો. આ કાર લોધીડા ચોકડીથી ખારોઈ, કકરવા, કંથકોટ થઈને નરા ગામની સીમમાં પહોંચી હતી.

પોલીસ પહોંચે તે પહેલાં કારમાં સવાર ત્રણ જણાં કારને રોડની સાઈડમાં પાર્ક કરીને બાવળની ઝાડીઓમાં નાસી છૂટ્યાં હતા.

પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી વિવિધ બ્રાન્ડના સાત લાખના  શરાબની પેટીઓ મળી આવી હતી.

કારની આગળ પાછળ GJ-23 BL-2070 નંબરની પ્લેટ લાગેલી હતી, કારની અંદરથી GJ-08 CS-7721 નંબર લખેલી બે પ્લેટ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં કારની આગળ પાછળ લાગેલી નંબર પ્લેટ ખોટી હોવાનું અને તે એક ફોર્ચ્યુનર કારની નંબર પ્લેટ હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે સાત લાખનો શરાબ અને છ લાખની ક્રેટા કાર મળી ૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં સવાર અજાણી ત્રિપુટી અને શરાબ મગાવનાર અજ્ઞાત શખ્સ વિરુધ્ધ ગુનાહિત કાવતરું રચીને, ખોટી નંબર પ્લેટ લગાડેલી કારમાં દારૂની વેચાણ અર્થે હેરફેર કરવા સબબની કલમો તળે ભચાઉ પોલીસ મથકે સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે. પીઆઈ એન.એન. ચુડાસમા અને પીએસઆઈ ડી.જી. પટેલ સહિતની ટીમે આ સફળ રેઈડ કરી છે.

Share it on
   

Recent News  
ભારતમાં પહેલીવાર મુંદરાથી ૧૮૨ કરોડના કેપ્ટાગોન ‘જિહાદી ડ્રગ્ઝ’નો જથ્થો ઝડપાયો
 
૧૩ વર્ષની બાળા સાથે અડપલા કરનાર કથિત મામાને કૉર્ટે દસ વર્ષ માટે જેલમાં મોકલ્યો
 
ભચાઉમાં જ્વેલરી શોપમાં નોકરી કરતી યુવતીએ ૨.૮૦ લાખના ઘરેણાં ચોર્યાં, CCTVથી પકડાઈ