click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Gandhidham -> Vadodara man dupes Adipur school clerk of Rs 10.20 lakh in ponzy scheme
Tuesday, 19-May-2026 - Aadipur 16131 views
વડોદરાના ગઠિયાએ રોકાણના નામે આદિપુરના સ્કુલ ક્લાર્કને ૧૦.૨૦ લાખનો ચૂનો ચોપડ્યો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ આદિપુરની સરસ્વતી સ્કુલમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા ૪૩ વર્ષિય આશિષ ભાટીયાએ વડોદરાનો હિમાંશુ પુંડરીકલાલ જોશી ૧૦.૨૦ લાખનો ચૂનો ચોપડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી નોકરી સાથે LIC વીમા એજન્ટ તરીકે પણ કામ કરે છે. ૨૦૨૨માં એલઆઈસી દ્વારા વીમા એજન્ટો માટે એક ઓનલાઈન ટ્રેનીંગનું આયોજન થયેલું, જેમાં ટ્રેનર તરીકે હિમાશું જોશી હતો. ટ્રેનીંગના લીધે ફરિયાદીનો આરોપી સાથે પરિચય કેળવાયેલો.
મૂળ રકમ સામે દસ ગણી રકમ મળવાની લાલચ આપેલી

હિમાંશુએ ફરિયાદીને લાલચ આપેલી કે વડોદરા નજીક એડવાઈઝર લર્નિંગ રીસોર્ટ લિમિટેડનું નિર્માણ થઈ રહ્યું છે. તેના શૅર સાથે ફ્રેન્ચાઈઝી લઈ લો. રોકાણની મૂળ રકમની સામે દસ ગણી રકમ દર વર્ષે દસ દસ ટકા લેખે પરત મળશે. તેની વાતોમાં ભોળવાઈ જઈને ફરિયાદીએ ઑગસ્ટ ૨૦૨૨માં ૧૦.૨૦ લાખ રૂપિયાનું રોકાણ કરેલું અને નાણાં ઓનલાઈન ટ્રાન્સફર કરેલાં. બે મહિના બાદ ફરિયાદી સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ફરવા ગયેલો ત્યારે નિર્માણાધીન રિસોર્ટ સાઈટની પણ મુલાકાત લીધેલી.

રોકાણના એક વર્ષ બાદ ફરિયાદીએ આરોપી પાસે દસ ટકા રકમ પરત માંગેલી ત્યારે હિમાંશુએ હજુ રેવન્યૂ શરૂ થઈ નથી, એકવાર આવક શરૂ થઈ જાય એટલે પૂરેપૂરું પેમેન્ટ થઈ જશે તેમ જણાવેલું.

તેની વાતો પર ભરોસો કરીને ફરિયાદીએ નાણાં મેળવવામાં કોઈ ઉતાવળ કરી નહોતી. ત્યારબાદ ફરિયાદી જ્યારે જ્યારે નાણાં માંગે ત્યારે હિમાંશુ બહાના કરીને છટકી જતો. પછી તો ફોન જ ઉપાડવાનું બંધ કરી દીધેલું. આદિપુર પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત