click here to go to advertiser's link
Visitors :  
04-Aug-2026, Tuesday
Home -> Rapar -> Rapar police expose Ganja cultivation in temple premises
Monday, 18-May-2026 - Rapar 29249 views
રાપર નજીક મામાદેવના મંદિરમાં ગાંજાનું વાવેતરઃ ૧૪ લીલા છોડ સાથે પૂજારીની ધરપકડ
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર પોલીસે મામાદેવ મંદિર પરિસરમાં ઉગાડાયેલાં ગાંજાના ૧૪ લીલા છોડ સાથે મંદિરના પૂજારીની ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે રાપરથી પાલનપર ગામ તરફ જતા રોડ પર પગીવાંઢ પાસે આવેલા જય હિરાસરીવાળા મામાદેવના મંદિરમાં દરોડો પાડ્યો હતો. ચોતરફ બાઉન્ડ્રી વૉલથી બંધ મંદિર પરિસરમાં ઠેર ઠેર ગાંજાના છોડ નજરે પડેલાં. પોલીસે કુલ ૧૪ લીલા છોડ કબજે કર્યાં છે.

કબજે કરાયેલા છોડનું વજન ૨ કિલો ૪૭૦ ગ્રામ થયું છે, જેનું મૂલ્ય ૧ લાખ ૨૩,૫૦૦ રૂપિયા થાય છે. મંદિરમાં છ વર્ષથી સેવા પૂજા કરતા ૬૧ વર્ષિય પૂજારી સામત મમુભાઈ રબારી ઊર્ફે બાલકનાથ (મૂળ રહે. સૂરજપર ગામ, ભુજ)એ આ છોડનું વાવેતર કરેલું. પોલીસે એનડીપીએસ એક્ટની ધારાઓ તળે ગુનો દાખલ કરીને પૂજારીની ધરપકડ કરી છે. પીઆઈ આર.એલ. ખટાણા, પીએસઆઈ એચ.વી. કાતરિયા સહિતની ટીમે આ સફળ રેઈડ કરી હતી.

Share it on
   

Recent News  
ભુજના શેખપીર પાસે ટ્રક પાછળ કાર ઠોકી ગાંધીધામના વેપારીએ ખરેખર આપઘાત કરેલો?
 
મુંદરા અદાણી પોર્ટનો નેશનલ રેકોર્ડઃ એક જ જહાજ પર ૨૧,૦૮૫ કન્ટેઈનર હેન્ડલ કર્યાં