click here to go to advertiser's link
Visitors :  
06-Apr-2026, Monday
Home -> Gandhidham -> UP Governor Anandiben Stuns Remote Balasar Police Station with Surprise Visit
Monday, 16-Feb-2026 - Rapar 26905 views
અંતરિયાળ બાલાસર પોલીસ સ્ટેશનમાં UPના રાજ્યપાલ આનંદીબેન પટેલની અચાનક એન્ટ્રી!
કચ્છખબરડૉટકોમ, રાપરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ૨૦૧૯થી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી રહેલાં આનંદીબેન પટેલ આજે કચ્છના મહેમાન બન્યાં હતાં. આનંદીબેને વિશ્વપ્રસિધ્ધ ધોળાવીરા અને ખાવડાને જોડતાં રોડ ટુ હેવનની મુલાકાત લીધી હતી. સવારે પાલનપુર ખાતે બનાસ ડેરીના સમારોહમાં ભાગ લીધા બાદ આનંદીબેનનો કાફલો રોડ માર્ગે સાંતલપુરથી કચ્છમાં પ્રવેશ્યો હતો. રસ્તામાં બાલાસર પોલીસ સ્ટેશન આવતાં અચાનક જ તેમણે પોતાનો કોન્વોય અટકાવીને પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.
જોયું ને અમારા ગુજરાતનું સુવિધાસજ્જ પોલીસ સ્ટેશન!

આનંદીબેનની સરપ્રાઈઝ એન્ટ્રીથી બાલાસરના પોલીસ સ્ટાફને સુખદ આનંદ સહ આશ્ચર્ય થયું હતું. વેરાન રણ વિસ્તારમાં લોકોની સુવિધા માટે બનેલું અદ્યતન પોલીસ સંકુલ, સંકુલના પ્રાંગણમાં થયેલું વૃક્ષારોપણ, ગાયો માટેનો પાણીનો અવેડો, સીસીટીવીથી સમગ્ર સંકુલને સજ્જ જોઈને આનંદીબેન ખૂબ પ્રસન્ન થઈ ગયાં હતા.

તેમણે સાથે રહેલાં યુપી કેડરના પર્સનલ સેક્રેટરી અને સુરક્ષા કર્મીઓને ‘અમારાં ગુજરાતનું છેવાડાનું આવું સુંદર સુવિધાસજ્જ પોલીસ સ્ટેશન જોયું ને?’ તેવા ભાવ વ્યક્ત કરીને ગૌરવ દર્શાવ્યું હતું. 

બાદમાં પોલીસ સ્ટેશનમાં હાજર પો.સ.ઈ. વિકાસ ઝા અને અન્ય સ્ટાફ સાથે તેમણે યાદગીરી માટે ગૃપ ફોટો ખેંચાવ્યો હતો અને ટ્વિટર પોસ્ટ કર્યો હતો. બાલાસર બાદ તેમણે ધોળાવીરાની ઐતિહાસિક હડપ્પન સાઈટ અને રોડ ટૂ હેવનની મુલાકાત લીધી હતી.

Share it on
   

Recent News  
સામખિયાળીમાં લોડરચાલકે ખુલ્લામાં સૂઈ રહેલાં યુવક પર વજનદાર બકેટ નાખી દેતાં મોત
 
માધાપરના ફાર્મહાઉસ માધવબાગમાં IPL સટ્ટા રેકેટનો પર્દાફાશઃ ૫૫.૨૫ લાખના દાવ લાગેલા
 
હવે ઓવૈસીની AIMIMનું કચ્છના ચૂંટણી જંગમાં ઉતરવાનું આયોજનઃ જંગ બનશે વધુ તીવ્ર