click here to go to advertiser's link
Visitors :  
11-Apr-2026, Saturday
Home -> Bhuj -> IPL betting racket busted at Madhapar Bets worth Rs 55.25 lakh placed
Sunday, 05-Apr-2026 - Madhapar Bhuj 12970 views
માધાપરના ફાર્મહાઉસ માધવબાગમાં IPL સટ્ટા રેકેટનો પર્દાફાશઃ ૫૫.૨૫ લાખના દાવ લાગેલા
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સટોડિયાઓ માટે કમાણીનો ઉત્સવ ગણાતી ‘ઈન્ડિયન પ્રિમિયર લીગ’ની ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો રંગ જામી રહ્યો છે ત્યારે LCBએ માધાપરમાં દરોડો પાડી IPLની મેચો પરના સટ્ટા રેકેટમાં સામેલ મુંબઈના બે સહિત ત્રણને ઝડપ્યા છે. ગત રાત્રે દિલ્હી કેપિટલ અને મુંબઈ ઈન્ડિયન્સની ટી ટ્વેન્ટી મેચ પર આ બુકીઓએ કુલ ૫૫.૨૫ લાખના સોદા બુક કર્યાં હોવાનો પણ પર્દાફાશ થયો છે.
માધવબાગના બંગ્લોમાંથી ઝડપાયાં ત્રણ બુકી

માધાપર નવા વાસમાં ગંગેશ્વર રોડ પર આવેલા ફાર્મ હાઉસ માધવ બાગના A-4 બંગ્લૉમાં IPLની મેચો પર ઓનલાઈન સટ્ટો રમાડાતો હોવાની બાતમીના આધારે LCBની ટીમે સાંજે દરોડો પાડીને મકાનમાલિક નિલેશ પ્રતાપભાઈ નંદા (ભાનુશાલી) (ઉ.વ. ૫૦)ને ઝડપ્યો હતો. બંગ્લૉના ઉપરના માળે આવેલા રૂમમાંથી ધર્મેશ પ્રવિણભાઈ ચોથાણી (ઠક્કર) (ઉ.વ. ૪૯ રહે. મુલુંડ વેસ્ટ, મુંબઈ) અને નિલેશ હરેશભાઈ ભોજવાણી (ઉ.વ. ૨૪ રહે. કલ્યાણ, મુંબઈ) પણ ઝડપાયાં હતા.

પેરીસ લાઈન અને જાપાન લાઈન પર સટ્ટો બુક થતો 

રૂમમાં બે રહેલા લેપટોપ ચાલુ હાલતમાં જોવા મળેલાં અને ટેબલ પર સટ્ટો બુક કરવા માટે પાંચ ફોન પડેલા જોવા મળેલાં. એક લેપટોપમાં ચેક કરતાં વિનર-7 નામની ઓનલાઈન એપ જોવા મળેલી, જેમાં મેચના ભાવ જોવા મળતાં હતા. બીજા મોબાઈલમાં iAssistant નામની એપ્લિકેશન જોવા મળેલી. આ એપ્લિકેશનમાં બંને ટીમો પર હાર અને જીત તથા એક ઓવરમાં કેટલાં રન થશે તેના તફાવત પર જે લોકો રૂપિયા લગાડતાં હતા તેમને લગતી વિગતોની એન્ટ્રીઓ જોવા મળી હતી.

પાંચ ફોન પૈકી એક ફોન પર જાપાન લાઈનના સોદા લેવાતાં હતા અને બીજા ફોનમાં પેરીસ જેરી લાઈનના સોદા બુક કરાતાં હતા. અન્ય ત્રણ ફોન પણ સોદા બુક કરવા વપરાતાં હતા. પ્રાથમિક તપાસમાં દિલ્હી કેપિટલ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો પર કુલ ૫૫.૨૫ લાખના સોદા બુક થયાં હોવાનું સ્પષ્ટ થયું હતું.

બુકી ત્રિપુટીની જડતીમાંથી તેમના અંગત વપરાશ માટેના વધુ ત્રણ ફોન મળી પોલીસે ૪૦ હજારના કુલ ૮ મોબાઈલ ફોન, ૨૦ હજારની કિંમતના બે લેપટોપ, ઈન્ટરનેટ કનેક્ટીવીટી માટે વપરાતું જીઓ કંપનીનું રાઉટર, એડેપ્ટર સાથેનું ટીવી વગેરે મળી ૭૬ હજારનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલી ત્રિપુટી તથા જાપાન અને પેરીસ લાઈન પર સોદા કરનાર અજ્ઞાત ઈસમો વિરુધ્ધ માધાપર પોલીસ મથકે જુગાર અટકાયતી અધિનિયમની કલમ ચાર અને પાંચ તળે ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
સ્ક્રેપની આડમાં હાઈડ્રોપોનિક ગાંજો મુંદરા મોકલવાના કેસમાં દુબઈના સૂત્રધારને ઝટકો
 
અંજારમાં જૂની અદાવતમાં યુવકે ગેરેજ મેનેજરને છરી ઝીંકી મારી નાખ્યો
 
કચ્છખબરની અસરઃ માંડવીમાં યુવકને માર મારનાર નરાધમ ત્રિપુટી સામે ગુનો નોંધાયો