click here to go to advertiser's link
Visitors :  
25-Aug-2026, Tuesday
Home -> Gandhidham -> Two Arrested for Extortion and Defamation Plot Targeting Gandhidham Leader
Wednesday, 08-Apr-2026 - Gandhidham 52980 views
ગાંધીધામના આગેવાનને બદનામ કરી પૈસા પડાવવાની ફરિયાદ સંદર્ભે બેની વિધિવત્ ધરપકડ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ૨૦ લાખ રૂપિયા પડાવવા માટે ગુનાહિત ષડયંત્ર રચી ગાંધીધામના આગેવાન હાજી જુમા રાયમાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાના ગુનામાં પોલીસે બે આરોપીની વિધિવત્ ધરપકડ કરી છે. કોંગ્રેસ અને સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો સહિતના ૧૪ લોકો વિરુધ્ધ મધરાત્રે જુમા રાયમાએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બેઉ જણે ઘણી ચોંકાવનારી માહિતી ઓકી હોવાનું બહાર આવ્યું છે.

તપાસકર્તા પોલીસ ઈન્સ્પેક્ટર એમ.જે. રાઠોડે સર્વેલન્સ સ્ટાફની મદદથી કે.પી. ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલના પત્રકાર તરીકે ફરતા ભુજના ઈરફાન ઈબ્રાહિમ હાલેપોત્રા અને અંજારના શેખ ટીંબા પાસે રહેતા મહમંદ હનીફ હાજી સુમારશા શેખની ધરપકડ કરી છે. રાયમાએ મુંદરાના અગ્રણી સલીમ અહેમદ જત, કોઠારાના ઈકબાલ મંધરા, અંજારની દિપ્તી ઠક્કર સહિતના લોકો વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૧ (૨), ૩૦૮ (૩), ૩૫૧ (૧), ૩૫૬ (૧), ૨૯ અને IT Actની કલમ ૬૭ A હેઠળ ગુનો નોંધાવ્યો છે. ગુનામાં સામેલ અન્ય આરોપીઓને પકડી પાડવા પોલીસે  ચોતરફ સઘન તપાસ શરૂ કરી છે.

Share it on
   

Recent News  
લાકડાં ભરીને જતા વાહનોના પાસ પર સહી સિક્કા બદલ ઊઘરાણાંઃ લાંચિયો વનરક્ષક ઝબ્બે
 
કચ્છમાં ચાંદીપુરા વાયરસનો પહેલો કેસઃ ૬ વર્ષના બાળકના મોત બાદ રિપોર્ટ આવ્યો
 
મહેમાન બનીને આવેલા સગાં ભાઈએ જ બહેનની સાસરીમાંથી ૫.૬૪ લાખના ઘરેણાંની ચોરી કરેલી!