click here to go to advertiser's link
Visitors :  
02-Oct-2026, Friday
Home -> Gandhidham -> So called journalist booked for illegal money lending and extortion in Gandhidham
Friday, 02-Oct-2026 - Gandhidham 1003 views
ગાંધીધામની સ્પા સંચાલિકાને આપેલા દોઢ લાખ સામે બે લાખ વસૂલ્યાં છતાં પઠાણી ઉઘરાણી
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં સ્પા ચલાવતી મહિલાએ પત્રકાર બનીને ફરતાં યુવક સામે ગેરકાયદે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાવી છે. સમીર મહેશ્વરી નામના શખ્સે સ્પાના સ્ટાફ સાથે બોલાચાલી કરીને ટીવી તોડી નાખ્યું હોવાનું લખાવાયું છે. મૂળ મહારાષ્ટ્રની વતની ૪૫ વર્ષિય વંદના ઈંગલે ગાંધીધામમાં મોડર્ન સ્પા નામથી સ્પા ચલાવે છે. સ્પાના ફર્નિચર માટે જરૂર ઊભી થતાં વંદનાએ સપ્ટેમ્બર ૨૦૨૫માં કચ્છ કર્મશીલ ન્યૂઝના સમીર મહેશ્વરી પાસેથી માસિક ૫.૫૦ ટકાના વ્યાજે ૧.૫૦ લાખ રૂપિયા મેળવેલાં.
આરોપીએ નાણાં આપતી વખતે બાંહેધરી પેટે ફરિયાદી પાસેથી સહી કરેલાં બે કોરાં ચેક મેળવી લીધા હતા.

આરોપી દરરોજ સ્પામાં આવીને બે-બે હજાર રૂપિયા લઈ જતો હતો. ફરિયાદીએ એક વર્ષમાં તેને દોઢ લાખ રૂપિયા સામે બે લાખ રૂપિયા ચૂકવી આપ્યાં છતાં આરોપી સતત વ્યાજ અને મૂડીના નામે નાણાંની ઉઘરાણી કરી ભૂંડી ગાળો ભાંડીને ધાક-ધમકી આપ્યાં કરે છે.

૨૧ સપ્ટેમ્બરના રોજ આરોપીએ સ્પામાં આવીને સ્પાના સ્ટાફ સાથે બોલાચાલી કરીને કાઉન્ટર પડેલું પેપર વેઈટ ઉપાડીને ટીવી પર ઘા કરીને ટીવી સ્ક્રિન ફોડી નાખ્યો હતો.

જતાં જતાં સ્ટાફને જણાવ્યું હતું કે તમારી મેડમને કહી દેજો કે ‘તે જ્યાં મળશે ત્યાં તેને પતાવી દઈશ’ આરોપીની દાદાગીરી સતત યથાવત રહી હોઈ વંદનાએ ફરિયાદ નોંધાવી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગેરકાયદે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી, તોડફોડ, ધાક-ધમકી સહિતની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ભુજની શક્તિ હોટેલમાં પંદરેક વર્ષની કિશોરી પર ભુજના યુવકે બળાત્કાર ગુજારતાં ચકચાર
 
ઘાણીથરમાં શિકારીઓ અને સ્થાનિક યુવકો વચ્ચે ઘર્ષણઃ ફાયરીંગથી હત્યાનો પ્રયાસ
 
અંજારમાં બેટરીચોરોએ કરેલાં ડબલ મર્ડરના ચકચારી ગુનામાં બે હત્યારાને આજીવન કારાવાસ