click here to go to advertiser's link
Visitors :  
27-Jul-2026, Monday
Home -> Gandhidham -> Samkhiyali police expose illegal cultivation of Ganja Caught Ganja plants worth Rs 9.46L
Tuesday, 03-Mar-2026 - Samkhiyali 31981 views
હવે શિકારપુર નજીક ગાંજાનું વાવેતર પકડાયું: ૯.૪૬ લાખના ગાંજાના છોડ જપ્ત
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના ભીમાસર ગામે બે એકરના ખેતરમાં કરોડોની કિંમતના અફીણના જંગી વાવેતરનો પર્દાફાશ થયા બાદ પૂર્વ કચ્છ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. બાતમીદારો અને ડ્રોનની મદદથી ખેતરોમાં માદક પદાર્થોની ખેતી અંગે સઘન તપાસ કરી રહી છે. સતર્કતા વચ્ચે સામખિયાળી પોલીસે શિકારપુર નજીક જસાપર વાંઢમાં રહેણાક ઓરડીની આસપાસમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. પોલીસે ૯ લાખ ૪૬ હજાર ૨૫૦ રૂપિયાની કિંમતના ૧૮ કિલો ૯૨૫ ગ્રામ વજનના ગાંજાના ૧૬ લીલાં છોડ કબજે કર્યાં છે.

નજીકમાં આવેલી વેસ્ટાસ પાવર હાઉસ નામની કંપનીમાં ચોકીદાર તરીકે કામ કરતા રસૂલ અબ્દુલ્લા ટાંક (ઉ.વ. ૪૧, રહે. જસાપર વાંઢ, શિકારપુર મૂળ રહે. માળિયા, મોરબી)એ સાત આઠ માસ અગાઉ પોતાની ઓરડીની આસપાસ ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. રસૂલ સામે NDPS Actની વિવિધ ધારા તળે ગુનો દાખલ કરીને સામખિયાળી પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.જે. વાઢેરે તેની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ અગાઉ ગાગોદર પોલીસે ઘાણીથર ગામે ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો હતો.

Share it on
   

Recent News  
ગાંધીધામના મચ્છુનગર પુલિયા નજીક અડધા કરોડનો ઈંગ્લિશ દારૂ ભરેલું ટેન્કર પકડાયું
 
ભુજમાં ગેરકાયદે સગીર બાળકોને આશ્રય આપતી કેરળની સંસ્થાના સંચાલકને કૉર્ટનો ઝટકો
 
૧૪ વર્ષની બાળા પર દુષ્કર્મના ગુનામાં સામત્રાના યુવકને અંતિમ શ્વાસ સુધી સખ્ત કેદ