click here to go to advertiser's link
Visitors :  
11-Apr-2026, Saturday
Home -> Gandhidham -> Samakhiyari Police Apprehend Man from Bhuj After High Speed Car Chase
Thursday, 19-Feb-2026 - Gandhidham 44016 views
ભુજના નામીચા યુવકની ફોરચ્યુનરનો પીછો કરી સામખિયાળી પોલીસે ખાખીનો પરચો આપ્યો!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોતાને કાયદાથી પર સમજતા ભુજના નામીચા યુવકને સામખિયાળી પોલીસે ખાખી વરદીનો સરખો પરચો આપ્યો છે. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ફોરચ્યુનર કારમાં નાસી રહેલાં આ યુવકને આંતરીને ફોજદારી ફરિયાદમાં ફીટ કરી ગાડી ડીટેઈન કરી લીધી છે. બુધવારે સાંજે પોલીસ સામખિયાળી ટોલનાકે વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે એક સફેદ ફોરચ્યુનર કાર પૂરઝડપે નીકળી હતી. પોલીસે હાથનો ઈશારો કરી તેમજ વ્હિસલ વગાડીને કાર અટકાવવા પ્રયાસ કરેલો.

કારચાલક યુવક પોલીસના ઈશારાને અવગણીને પૂરઝડપે કાર હંકારીને રાધનપુર તરફના રોડ પર નીકળી ગયો હતો.

કારચાલક નાસી જતાં પોલીસે પણ સરકારી બોલેરો સ્ટાર્ટ કરીને તેનો પીછો શરૂ કરેલો.

ફિલ્મી ઢબે કાર ચેઝ બાદ થોડીકવારમાં જ પોલીસે આ ફોરચ્યુનર કારને આંતરી લીધી હતી. કારમાં સવાર શખ્સ હતો ભુજનો નામીચો ૨૬ વર્ષિય યુવક ઓમ ધર્મેન્દ્રભાઈ ડાભી (દરજી) (રહે. નરસિંહ મહેતાનગર, ભુજ). પોલીસે આંતર્યાં બાદ પણ તેણે પોલીસને કારમાં ચેકીંગ કરવા દીધું નહોતું કે ગાડીને લગતાં કોઈ કાગળિયા બતાડ્યાં નહોતાં.

પોલીસ સ્થળ પર જ ખાખીનો ‘પરચો’ આપતાં તે તરત ડાહ્યોડમરો થઈ ગયો હતો અને પોલીસ સ્ટેશનનો મહેમાન બન્યો હતો. 

યુવક વિરુધ્ધ જાહેર માર્ગ પર લોકોની જિંદગી ભયમાં મૂકાય તે રીતે બેદરકારીથી પૂરઝડપે વાહન હંકારવા અને પોલીસની રાજ્ય સેવક તરીકેની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવાની કલમો તળે ગુનો નોંધીને અટકાયત કરી પંદર લાખની કારને ડીટેઈન કરી હતી. પીઆઈ વી.કે. ગઢવીએ જણાવ્યું કે અમે આરોપીની ક્રાઈમ હિસ્ટ્રી સહિતની બાબતોની તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
સ્ક્રેપની આડમાં હાઈડ્રોપોનિક ગાંજો મુંદરા મોકલવાના કેસમાં દુબઈના સૂત્રધારને ઝટકો
 
અંજારમાં જૂની અદાવતમાં યુવકે ગેરેજ મેનેજરને છરી ઝીંકી મારી નાખ્યો
 
કચ્છખબરની અસરઃ માંડવીમાં યુવકને માર મારનાર નરાધમ ત્રિપુટી સામે ગુનો નોંધાયો