click here to go to advertiser's link
Visitors :  
22-Sep-2026, Tuesday
Home -> Bhachau -> Revenge Attack Man on Bike Survives After Being Intentionally Hit by Car Over Past Dispute
Tuesday, 14-Apr-2026 - Bhachau 43874 views
ચોપડવામાં જૂની અદાવતનો ખાર રાખીને સ્કુટી પર જતા યુવક પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના ચોપડવા ગામે જૂની અદાવતનો ખાર રાખીને સામખિયાળીના યુવકે સ્કુટી લઈને જઈ રહેલાં યુવક પર અલ્ટો કાર ચડાવીને તેની હત્યાનો પ્રયાસ કર્યો છે. ૯મી એપ્રિલે રાત્રે પોણા ૧૦ના અરસામાં ચોપડવા પાટિયાથી ચોપડવા ગામ તરફ જતાં માર્ગ પર પાબુદાદાના મંદિર પાસે બનાવ બન્યો હતો. ઘટના અંગે ભચાઉ પોલીસે ભવાની રમેશભાઈ છુછીયા (મણકા) વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચોપડવા ગામે રહેતો ૪૮ વર્ષિય ફરિયાદી રમેશ માયાભાઈ સિરાચ છૂટક મજૂરી કરે છે. બનાવની રાત્રે તે સ્કુટી લઈને મજૂરી કામેથી ઘરે પરત જતો હતો ત્યારે ભવાની મણકા તેની અલ્ટો કારથી રમેશની સાઈડ કાપી હતી.

ભવાની જોડે અગાઉ ફરિયાદીને બે ત્રણ માથાકૂટ થયેલી. ફરિયાદી અલ્ટો કારમાં રહેલા ભવાનીને ઓળખી ગયેલો.

આગળ જતાં ભવાનીએ તેની ગાડીની સ્પીડ ધીમી કરી દીધેલી. ફરિયાદી સ્કુટી વડે ગાડીની આગળ નીકળી ગયેલો. ત્યારબાદ ભવાનીએ પૂરઝડપે કાર હંકારીને તેની સ્કુટીને પાછળથી જોરદાર ટક્કર મારેલી. ટક્કરના લીધે ફરિયાદી વાહન સમેત નીચે પડી ગયેલો અને કાર સાથે થોડેક સુધી ઢસડાયો હતો.

ગંભીર ઈજાથી ફરિયાદી અર્ધ બેહોશ જેવી હાલતમાં હતો ત્યાં ભવાની કારની બહાર નીકળેલો અને બોલેલો કે ‘જો તું આજે બચી જાય તો ફરીથી પણ આ રીતે મરવા તૈયાર રહેજે’

આરોપી ગામનો ભાણેજ થાય છે. ટક્કર બાદ લોકોનું ટોળું એકઠું થતાં આરોપી નાસી ગયેલો. ફરિયાદીને પ્રથમ ભચાઉ અને ત્યારબાદ ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. હુમલામાં તેને જમણી સાથળ અને કમરમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી છે.

Share it on
   

Recent News  
સાયબર માફિયાઓએ ગાંધીધામના વૃધ્ધને ૧૨ દિવસ ડિજિટલ અરેસ્ટ કરી ૪૨ લાખ કઢાવી લીધા
 
નખત્રાણાના વડવા કાંયાની સીમમાં LCBએ કટિંગ ટાણે ત્રાટકીને ૪૮.૧૨ લાખનો શરાબ ઝડપ્યો
 
मनीष अंकल ने मेरे साथ गलत किया ૬ વર્ષની દીકરીના દુષ્કર્મીને જીવે ત્યાં સુધી જેલ