click here to go to advertiser's link
Visitors :  
22-May-2026, Friday
Home -> Gandhidham -> Rs. 1.89 Lakh IMFL Seized from Car with Fake Number Plates near Surajbari
Thursday, 21-May-2026 - Gandhidham 997 views
સૂરજબારી પાસે નકલી નંબરવાળી કારમાંથી પોલીસે ફિલ્મી ઢબે ૧.૮૯ લાખનો શરાબ પકડ્યો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પૂર્વ કચ્છમાં દારૂની હેરફેર અને કારોબાર પર પોલીસની તવાઈ જારી રહી છે. સામખિયાળી પોલીસે ચાર નકલી નંબર પ્લેટવાળી બ્લેક સ્કોર્પિયો કારમાંથી ૧.૮૯ લાખનો ઈંગ્લિશ દારૂ ઝડપ્યો છે. બીજી તરફ, લાકડીયા પોલીસે શિવલખા નજીક રાજસ્થાનથી માટી ભરીને આવેલા ટ્રેલરમાંથી ૩૯૭ નંગ બિયર જપ્ત કરી હોટેલ સંચાલકની અટક કરી છે.
૧.૮૯ લાખનો દારૂ ભરેલી કારમાં ચાર નકલી નંબર પ્લેટ મળી

બાતમીના આધારે સામખિયાળી પોલીસે આજે વહેલી પરોઢે સૂરજબારી ચેકપોસ્ટ પાસે વૉચ ગોઠવીને મોરબીથી કચ્છમાં આવી રહેલી કાળા રંગની સ્કોર્પિયો કારમાંથી ૧.૮૯ લાખનો ઈંગ્લિશ દારૂ જપ્ત કર્યો હતો. પોલીસને જોઈને કારચાલકે ગાડી ભગાવી નાસવાનો પ્રયાસ કરેલો પણ થોડેક આગળ જઈને કાર ડિવાઈડર સાથે ટકરાઈ જતાં તે કાર મૂકીને અંધારામાં નાસી ગયેલો.

કારની આગળ પાછળ GJ-12 FD-0252 નંબરની આરટીઓ રજિસ્ટ્રેશન પ્લેટ લાગેલી હતી પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરતાં આગલી નંબર પ્લેટ પાછળથી જુદાં જુદાં નંબરની બીજી ચાર નંબર પ્લેટ મળી આવી હતી.

કારના ચેસિસ નંબરના આધારે તપાસ કરતા કારનો અસલી નંબર GJ-06 PN-4690 હોવાનું સ્પષ્ટ થયેલું. પોલીસે કારના માલિક, ડ્રાઈવર તથા દારૂ મગાવનાર અને મોકલનાર અજાણ્યા લોકો સામે ગુનાહિત કાવતરું રચીને, નકલી નંબર પ્લેટ લગાડીને દારૂની હેરફેર કરવા સહિતની કલમો તળે ગુનો નોંધી દસ લાખની કાર અને દારૂ મળી ૧૧.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

શિવલખા નજીક હોટેલ સંચાલક દારૂ સાથે ઝડપાયો

લાકડીયા પોલીસે આજે વહેલી પરોઢે શિવલખા નજીક હાઈવે પર આવેલી હોટેલ ગુરુકૃપા પાસે પાર્ક થયેલા ટ્રેલરમાંથી બિયરનું કટિંગ કરી રહેલા હોટેલ સંચાલકને રંગેહાથ ઝડપી પાડ્યો છે.

રાજસ્થાન પાસિંગના ટ્રેલરના ટૂલબોક્સમાં બિયરની ૪૯ હજારના મૂલ્યની બિયરના ૩૯૭ નંગ ટીન છૂપાવાયાં હતા.

ટ્રેલરમાં ૪૨.૪૬ ટન માટી (બૉલ ક્લે) ભરેલી હતી. ઝડપાયેલા હોટેલ સંચાલક શંભુનાથ હરિસિંઘ રાજપૂત (ઉ.વ. ૨૬, મૂળ રહે. રાજસ્થાન)એ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે એક માસથી ભાડે આ હોટેલ શરૂ કરી છે. દારૂનો જથ્થો લાકડીયાના ઈરફાન શેરમામદ રાઉમાને આપવા માટે મગાવ્યો હતો. પોલીસને જોઈ ટ્રેલરનો ડ્રાઈવર રોહિત ઊર્ફે મોહિત જ્યાની નાસી ગયો હતો. પોલીસે ત્રણે સામે ગુનો નોંધી ટ્રેલર, માટી, મોબાઈલ ફોન, બિયર ટીન વગેરે મળી કુલ ૨૦.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Share it on
   

Recent News  
પોતાનાથી અડધી ઊંમરની કિશોરી સાથે દુષ્કર્મ કરનાર યુવકને પોક્સો તળે ૨૦ વર્ષની જેલ
 
મોખાણાના ચકચારી જમીન કૌભાંડમાં સવા વર્ષે પકડાયેલાં આરોપીને જામીનનો ઈન્કાર
 
મોત આ રીતે ત્રાટકતું હશે? ભુજમાં બંધ ઘરમાંથી માતા અને વિકલાંગ પુત્રની લાશ મળી