click here to go to advertiser's link
Visitors :  
09-May-2025, Friday
Home -> Gandhidham -> Rape convict get 10 years imprisonment by Gandhidham POCSO Court
Tuesday, 03-Sep-2024 - Gandhidham 42636 views
ગાંધીધામઃ કિશોરીના અપહરણ, દુષ્કર્મ બદલ યુવકને ૧૦ વર્ષની સખત કેદની સજા
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ૧૬ વર્ષ ૪ માસની કિશોરીને ભોળવીને અપહરણ કરી અલગ અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધી ગુનો કરનારા આરોપીને ગાંધીધામ સેશન્સ કૉર્ટે દોષી ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. મૂળ પાટણના શંખેશ્વરના પંચાસરના સંજય રાજેશભાઈ વાલ્મીકિ વિરુધ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ૪-૧૦-૨૦૨૧ના રોજ અપહરણ, દુષ્કર્મ અને પોક્સોની કલમો તળે ગુનો દાખલ થયો હતો.

આ કેસમાં અધિક સેશન્સ જજ અને પોક્સો કૉર્ટના વિશેષ જજ બસન્તકુમાર ગોલાણીએ સંજયને ઈપીકો કલમ ૩૬૩ હેઠળ ૫ વર્ષની કેદ ૭૫૦૦ રૂપિયા દંડ, કલમ ૩૬૬ હેઠળ ૭ વર્ષની કેદ અને ૭૫૦૦ રૂપિયા દંડ, ૩૭૬ (જે) (એન) (૨) હેઠળ ૧૦ વર્ષની કેદ અને ૧૫ હજાર રૂપિયા દંડ તથા પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ ૧૦ વર્ષની કેદ સાથે ૧૫ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.

તમામ સજા એકસાથે ભોગવવાની રહેશે. કૉર્ટે દંડની રકમમાંથી ૪૦ હજાર રૂપિયા અને વિક્ટીમ કોમ્પેન્સેસન સ્કિમ હેઠળ ૧ લાખ રૂપિયા ગુનાનો ભોગ બનનાર દીકરીને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસમાં સરકારી વકીલ મહેન્દ્રસિંહ આર. જાડેજાએ હાજર રહીને સંપૂર્ણ ટ્રાયલ ચલાવી હતી.

Share it on
   

Recent News  
ભુજના ગામડાઓમાં કેબલ સહિત ચાર ચોરીઓ કરનારી કુકમાની ગેંગને પધ્ધર પોલીસે ઝડપી
 
ભચાઉના તોરણિયામાં ઘેરબેઠાં ગાંજાની ખેતી! ૪.૨૧ લાખનો ૪૨ કિલો ગાંજો જપ્ત
 
કચ્છ સહિત ૧૫ સૈન્ય થાણાં પર ડ્રોન/ મિસાઈલ્સથી પાક.નો હુમલાનો પ્રયાસ નિષ્ફળ