click here to go to advertiser's link
Visitors :  
09-May-2025, Friday
Home -> Gandhidham -> Range IG orders to launch traffic drive at Samakhiyali Toll Booth suddenly
Monday, 03-Mar-2025 - Samkhiyali 27026 views
IGએ સામખિયાળી ટોલનાકે નિયમભંગ કરી દોડતાં વાહનો સામે સરપ્રાઈઝ ચેકીંગ શરૂ કરાવ્યું
કચ્છખબરડૉટકોમ, સામખિયાળીઃ કચ્છમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે ત્યારે આજે કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડીયાએ સામખિયાળી ટોલનાકા ખાતે નિયમભંગ કરીને દોડતાં વાહનો સામે સરપ્રાઈઝ ચેકીંગ શરૂ કરાવ્યું છે. સામખિયાળી ટોલનાકા પાસેથી પસાર થતી વખતે એકાએક આઈજી કોરડીયાએ ટોલનાકા પર તેમની ગાડી થોભાવી હતી અને પાયલોટીંગમાં રહેલી જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમને વાહનોનું ચેકીંગ કરવા સૂચના આપી હતી.

જેના પગલે નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચવાળા વાહનો, ઓવરલોડ દોડતાં વાહનોને અટકાવીને પોલીસે ગાડીઓ ડીટેઈન કરી મેમો ફાડવાનું શરૂ કર્યું છે. આઈજી કોરડીયાએ પોતે લાંબા સમય સુધી સ્થળ પર હાજર રહીને વાહન ચેકીંગની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. દરમિયાન, સરપ્રાઈઝ ચેકિંગ અંગે જાણ થતાં સામખિયાળી પોલીસ પણ સ્થળ પર દોડી આવીને વાહન ચેકિંગમાં જોડાઈ ગઈ છે. મોડી રાત સુધી આ ડ્રાઈવ ચાલું રહેશે તેમ સામખિયાળી પીઆઈ વી.કે. ગઢવી અને જિલ્લા ટ્રાફિક પોલીસ પીએસઆઈ એ.એન. ગોહિલે જણાવ્યું છે.

Share it on
   

Recent News  
ભુજના ગામડાઓમાં કેબલ સહિત ચાર ચોરીઓ કરનારી કુકમાની ગેંગને પધ્ધર પોલીસે ઝડપી
 
ભચાઉના તોરણિયામાં ઘેરબેઠાં ગાંજાની ખેતી! ૪.૨૧ લાખનો ૪૨ કિલો ગાંજો જપ્ત
 
કચ્છ સહિત ૧૫ સૈન્ય થાણાં પર ડ્રોન/ મિસાઈલ્સથી પાક.નો હુમલાનો પ્રયાસ નિષ્ફળ