કચ્છખબરડૉટકોમ, સામખિયાળીઃ સામખિયાળી પોલીસે બાતમીના આધારે ભચાઉના તોરણિયા ગામે દરોડો પાડીને ઘરના ફળિયામાં ગાંજાની ખેતી કરતાં યુવકને ૪૨ કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. તોરણિયાના કોલીવાસમાં રહેતો ૪૨ વર્ષિય રણછોડ મોતીભાઈ રાકાણી (કોલી) ગાંજાનું વાવેતર કરીને તેનું વેચાણ કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે દરોડો પાડીને ફળિયામાં વાવેલાં ગાંજાના નાનાં મોટાં ૧૦૦ છોડ મળી આવ્યા હતા.
રણછોડે બે કિલો જેટલો સૂકો ભીનો ગાંજો વેચાણ અર્થે અલગથી પ્લાસ્ટિકના કોથળામાં રાખ્યો હતો તે પણ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે કુલ ૪.૨૧ લાખના મૂલ્યનો ૪૨ કિલો ૧૦૦ ગ્રામ ગાંજો જપ્ત કરી રણછોડ સામે NDPS Actની ધારાઓ તળે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે. ભચાઉ DySP સાગર સાંબડાના માર્ગદર્શનમાં સામખિયાળી PI વી.કે. ગઢવી અને PSI સી.એસ. ગઢવી સહિતના અધિકારીઓ સ્ટાફ દરોડામાં જોડાયાં હતાં.
Share it on
|