click here to go to advertiser's link
Visitors :  
27-Jul-2026, Monday
Home -> Gandhidham -> Police Head Constable Caught Carrying IMFL Worth Rs 72K in Aadesar
Tuesday, 09-Jun-2026 - Gandhidham 49016 views
આડેસરમાં દારૂની ખેપ મારતાં ભુજનો પોલીસ હેડ કોન્સ્ટેબલ ઝડપાયોઃ સીક લીવ પર ઉતરેલો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગુજરાત પોલીસ માટે વધુ એક શરમજનક કિસ્સો બહાર આવ્યો છે. રાપરના આડેસર પાસે પોલીસ ચેકપોસ્ટ પર કારમાં ૭૨ હજારનો ઈંગ્લિશ દારૂની ખેપ મારતાં ઝડપાયેલાં બે જણાં પૈકી એક જણો બનાસકાંઠાનો પોલીસ હેડ કોન્સ્ટેબલ નીકળ્યો છે! ૮ એપ્રિલ સોમવારે બપોરે આડેસર ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહેલી સફેદ રંગની GJ-18 BL-2148 નંબરની વેન્યૂ કાર ચેક કરતાં પોલીસને ડીકીમાંથી ૭૨ હજારના મૂલ્યની જુદી જુદી બે બ્રાન્ડની વ્હિસ્કીના ૪૮૦ નંગ ક્વાર્ટરિયા મળી આવ્યાં હતા.

પોલીસે કારચાલક મુકેશ દલપતભાઈ પંડ્યા (ઉ.વ. ૨૮, રહે. માંડકા ગામ, વાવ થરાદ) અને ભગીરથસિંહ અભયસિંહ જાડેજા (ઉ.વ. ૩૨, રહે. જૂની રાવલવાડી, વ્યાયામશાળા પાસે, ભુજ)ની ધરપકડ કરી હતી.

પોલીસે પકડેલો ભુજનો ભગીરથસિંહ જાડેજા બનાસકાંઠાના વાવ થરાદ ડિવિઝનમાં આવતા માવસરી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આડેસરના પીઆઈ જે.બી. આચાર્યએ જણાવ્યું કે ભગીરથ રાજસ્થાનના ઠેકા પરથી માલ ખરીદીને ભુજ તરફ લઈ જતો હતો.

આરોપી થોડાંક દિવસોથી સીક લીવ (માંદગી રજા) પર ઉતરેલો છે અને દારૂની ખેપ મારતાં પકડાઈ ગયો.સહઆરોપી મુકેશ પંડ્યા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. પોલીસે પાંચ લાખની વેન્યૂ કાર, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભગીરથ અગાઉ કચ્છમાં પણ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો.

Share it on
   

Recent News  
કચ્છમાં વધુ એકવાર SMC ત્રાટકીઃ ગાગોદર નજીક ૪૮.૩૫ લાખનો દારૂ ભરેલું ટ્રેલર પકડાયુ
 
ગાંધીધામના મચ્છુનગર પુલિયા નજીક અડધા કરોડનો ઈંગ્લિશ દારૂ ભરેલું ટેન્કર પકડાયું
 
ભુજમાં ગેરકાયદે સગીર બાળકોને આશ્રય આપતી કેરળની સંસ્થાના સંચાલકને કૉર્ટનો ઝટકો