click here to go to advertiser's link
Visitors :  
31-Dec-2025, Wednesday
Home -> Gandhidham -> Man sentenced to 7 year rigorous imprisonment for abdcuting minor
Saturday, 30-Mar-2024 - Gandhidham 54155 views
દુષ્કર્મ હેતુ કિશોરીનું અપહરણ કરવા બદલ રાપરના યુવકને ૭ વર્ષની સખ્ત કેદ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ બદકામ કરવાના ઈરાદે ગાંધીધામની કિશોરીનું અપહરણ કરીને શારીરિક દુષ્કર્મ કરવાના ગુનામાં દોષી ઠરેલાં રાપરના યુવકને ગાંધીધામની પોક્સો કૉર્ટે ૭ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. રાપરના ડાભુંડા ગામે રહેતા જીવણ રૂપાભાઈ મહાલીયા (કોલી) વિરુધ્ધ ૨૦૧૭ના વર્ષમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.

આ કેસમાં આજે ગાંધીધામની વિશેષ પોક્સો કૉર્ટના જજ બસન્તકુમાર જી. ગોલાણીએ જીવણને ઈપીકો કલમ ૩૬૩ હેઠળ દોષી ઠેરવી ૫ વર્ષની સખ્ત કેદ અને પ હજાર રૂપિયા દંડ તથા ઈપીકો કલમ ૩૬૬ હેઠળ ૭ વર્ષની સખ્ત કેદ અને ૧૦ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.

આરોપી વિરુધ્ધ બળાત્કાર (ઈપીકો કલમ ૩૭૬) અને પોક્સો એક્ટની કલમ ૪ તળે પણ ગુનો નોંધાયો હતો. ફરિયાદ પક્ષે ભોગ બનનારના કપડાં પરથી મળેલાં વીર્યના પૂરાવા પણ રજૂ કર્યાં હતાં.

જો કે, ટ્રાયલ સમયે ગુનાનો ભોગ બનનાર મુખ્ય સાક્ષીએ પોતાની સાથે કોઈ શારીરિક દુષ્કર્મ થયું હોવાનો મક્કમતાપૂર્વક ઈન્કાર કરતાં કૉર્ટે આરોપીને બેઉ કલમો હેઠળ નિર્દોષ જાહેર કર્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ એસ.જી. રાણાએ હાજર રહી દલીલો કરી હતી. કૉર્ટે દંડની રકમની વસૂલાત થયે તેમાંથી ૧૦ હજાર રૂપિયા ભોગ બનનારને વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો છે.

Share it on
   

Recent News  
સરહદે ચાલતા દારૂના અડ્ડાનો પર્દાફાશ કરનાર આગેવાન ખંડણી કેસમાં જામીન મુક્ત
 
જયંતી ભાનુશાલી હત્યાકેસમાં ૭ વર્ષે વળાંકઃ રાતા તળાવના મનજી બાપુ આરોપી બનતા ચકચાર
 
GKGHના પૂર્વ અધીક્ષકને ૮૩ લાખની લ્હેણી ના ચૂકવાતા સિવિલ સર્જન કચેરીનો સામાન જપ્ત