|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના ભારતનગરના સોનલનગરમાં ભાડાના મકાનમાં એકલી રહીને નોકરી કરતી ૨૪ વર્ષિય મીનાક્ષી લાલસિંહ પરિહારની હત્યા કરનારા બોયફ્રેન્ડને પોલીસે ૧૦ દિવસમાં ઝડપી પાડ્યો છે. મીનાક્ષીની હત્યા કર્યા બાદ આરોપી ગૌરવ ખ્યાલસિંગ પટલે મધ્યપ્રદેશ નાસી છૂટ્યો હતો. ગત ૨૦ ઑગસ્ટની બપોરે તાળું મારેલા બંધ ઘરમાં ફર્શ પર ચાદર ઓઢાડેલી અને કોહવાઈ ગયેલી હાલતમાં મીનાક્ષીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મીનાક્ષીના ચારિત્ર્ય અંગેની શંકા રાખીને ગૌરવે હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. ગૌરવ મધ્યપ્રદેશ રહેતો અને મીનાક્ષી ગાંધીધામ. તે એમપીથી અવારનવાર મીનાક્ષીને મળવા આવતો અને તેની જોડે રહેતો.
મીનાક્ષીને અવારનવાર અન્ય લોકોના ફોન આવતાં હોઈ તે શંકાશીલ રહેતો. બનાવના દિવસે મીનાક્ષીને કોઈકનો ફોન આવતાં તે મુદ્દે બેઉ વચ્ચે બોલાચાલી થયેલી. જેમાં ઉશ્કેરાઈને તેણે દુપટ્ટા વડે મીનાક્ષીને ગળેટૂંપો આપી મારી નાખી હતી.
પીઆઈ એમ.જે. રાઠોડે આરોપીની વિધિવત્ ધરપકડ કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Share it on
|