click here to go to advertiser's link
Visitors :  
31-Aug-2026, Monday
Home -> Bhachau -> Hotel Owner Convicted For Power Theft Sentenced to 2 Year Jail By Bhachau Court
Monday, 31-Aug-2026 - Bhachau 1226 views
વીજ ચોરીના કેસમાં બે લાખનો માંડવાળ ખર્ચ ના ચૂકવ્યોઃ કેસ ચાલતાં બે વર્ષની જેલ થઈ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના વાંઢિયા નજીક આવેલી હાઈવે હોટેલના માલિકને વીજચોરી બદલ દોષી ઠેરવી ભચાઉની ખાસ ઈલેક્ટ્રિસીટી કૉર્ટે બે વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. કૉર્ટે ૧૫.૮૮ લાખનો દંડ પણ ફટકાર્યો છે. ૧૨-૦૮-૨૦૨૧ની પરોઢે ચાર વાગ્યે PGVCLની વિજિલન્સે હોટેલ અજન્તામાં ચેકીંગ કરતાં વીજ મીટરના વાયરીંગમાં છેડછાડ કરીને વીજ ચોરી કરાઈ હોવાનું બહાર આવેલું.

સામખિયાળીના નાયબ ઈજનેર વી.જી. પુરોહિતે હોટેલ માલિક હાજી સિદ્દીક હાજી સુલેમાન ત્રાયા વિરુધ્ધ ધી ઈન્ડિયન ઈલેક્ટ્રિસીટી એક્ટની કલમ ૧૩૫ તળે ગુનો નોંધેલો. હોટેલ માલિકે ૧૩.૮૩ લાખની વીજળીની ચોરી કરી હોવાનું ઠેરવી તેને ૨ લાખ ૫ હજારના કમ્પાઉન્ડિંગ ચાર્જ સાથે ૧૫.૮૮ લાખ ભરવા મેમો અપાયો હતો.

હોટેલ માલિકે ૧૩.૮૩ લાખનું બિલ ભરીને વીજ કનેક્શન ચાલુ કરાવેલું પરંતુ વીજ ચોરી કરી હોવાનો ઈન્કાર કરીને બે લાખનો કમ્પાઉન્ડિંગ ચાર્જ ભરવા ઈન્કાર કરતાં તેની વિરુધ્ધ કૉર્ટમાં ટ્રાયલ ચાલી હતી.

ભચાઉની વિશેષ ઈલેક્ટ્રિસીટી  કૉર્ટના સ્પેશિયલ જજ ભરત એલ. ચૌઈથાણીએ આજે આરોપીને દોષી ઠેરવી બે વર્ષની કેદ સાથે ૧૫.૮૮ લાખનો દંડ ભરવાનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે એડવોકેટ એમ.આર. જાડેજાએ પેરવી કરી હતી.

Share it on
   

Recent News  
ગાંધીધામમાં ગર્લફ્રેન્ડને ગળેટૂંપો આપી હત્યા કરી નાસેલો બોયફ્રેન્ડ MPથી પકડાયો
 
ધાણેટીની ટ્રાન્સપોર્ટ પેઢીના સંચાલકોએ વોંધ નજીક ડ્રાઈવરનું અપહરણ કરી માર માર્યો
 
આલ્બેનિયા મોકલવાના નામે ચંદીગઢની બેલડીની ભુજની પેઢી સાથે ૧૭ લાખની ઠગાઈ