click here to go to advertiser's link
Visitors :  
31-Aug-2026, Monday
Home -> Bhuj -> Chandigarh Pair Cheats Bhuj Firm of Rs 17 Lakh with Fake Visas
Sunday, 30-Aug-2026 - Bhuj 1027 views
આલ્બેનિયા મોકલવાના નામે ચંદીગઢની બેલડીની ભુજની પેઢી સાથે ૧૭ લાખની ઠગાઈ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં પાસપોર્ટ, વિઝા, એર ટિકિટ બુકિંગનું કામ કરતી પેઢીને ઈન્સ્ટાગ્રામના આધારે અજાણ્યા ઠગો પર ભરોસો મૂકવો ભારે પડી ગયો છે. ચંદીગઢની ઠગબેલડીએ ૧૭ લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. ભુજના વાણિયાવાડમાં ‘કિશોર ટ્રાવેલ્સ’ નામથી એજન્સી ધરાવતા હિમેશ કિશોર ગોરજીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે જાન્યુઆરી માસમાં ઈન્સ્ટાગ્રામ પર ગ્રેટર ઈમિગ્રેશન નામની એજન્સીની ચેનલ જોવા મળેલી.

ચેનલ પર આલ્બેનિયા દેશની કંપનીમાં માણસોની જરૂર હોવાનું અને તેમના વિઝા કઢાવી આપી ત્યાં મોકલવાની વ્યવસ્થા કરી અપાશે તેમ જણાવાયું હતું. ફરિયાદીએ તેમાં આપેલા મોબાઈલ નંબર પર કૉલ કરતાં HOD રણવીરસિંઘ નામના શખ્સે વાત કરેલી. રણવીરે આલ્બેનિયામાં ૩૯ વ્યક્તિઓની જરૂર હોવાનું જણાવેલું.

રણવીરની વાતો પર વિશ્વાસ કરીને ફરિયાદીએ આલ્બેનિયા જવા ઈચ્છતાં ગ્રાહકોના પાસપોર્ટ રણવીરની આસિસ્ટન્ટ સોનિયા ઠાકુરના વોટસએપ પર મોકલી આપેલાં. ફેબ્રુઆરીથી લઈ ૭ માર્ચ દરમિયાન ફરિયાદીએ સોનિયાએ વિવિધ લોકોના પાસપોર્ટ વોટસએપ પર મોકલેલાં.

પાસપોર્ટના આધારે તેમના વિઝા બનાવડાવીને સોનિયાએ ફરિયાદીને વોટસએપ પર મોકલેલાં અને વિઝાદીઠ પચાસ હજાર લેખે ફરિયાદી પાસેથી ૧૭ લાખ રૂપિયા પોતાના બેન્ક એકાઉન્ટમાં મેળવ્યાં હતા.

૭ માર્ચથી એકાએક રણવીર અને સોનિયાએ મોબાઈલ ફોન ઉપાડવાનું બંધ કરી દીધેલું.

ફરિયાદીને શંકા જતા તેણે સોનિયાએ મોકલેલાં વિઝા ખરાઈ કરવા માટે ઈ-મેઈલથી દિલ્હીની એમ્બેસીમાં મોકલેલાં. એમ્બેસીએ આ વિઝા બોગસ હોવાનું જણાવતાં ફરિયાદી પોતાની અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું પામી ગયેલો. ઘટના અંગે ભુજ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ધાણેટીની ટ્રાન્સપોર્ટ પેઢીના સંચાલકોએ વોંધ નજીક ડ્રાઈવરનું અપહરણ કરી માર માર્યો
 
ઠગાઈના ગુનામાં આગોતરા જામીન મેળવવા નકલી દસ્તાવેજો રજૂ થતાં વધુ એક ફોજદારી
 
૫૦ લાખ પડાવવા સુરતમાં યુવકનું અપહરણ કરવા જતા ભુજના સૂત્રધાર સહિત ત્રણ પકડાયાં