click here to go to advertiser's link
Visitors :  
14-May-2026, Thursday
Home -> Gandhidham -> Maid Flees with Rs 11.72 Lakh Jewellery Including 4.25 Lakh Cash in Adipur
Friday, 20-Mar-2026 - Aadipur 31876 views
આદિપુરમાં કામવાળી બાઈ લાગ જોઈને ૪.૨૫ લાખ રોકડાં મળી ૧૧.૭૨ લાખની મતા સાફ કરી ગઈ
કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુરમાં શિપિંગ કામગીરી સાથે બિઝનેસ મેનના ઘરમાંથી ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી સાથે ૪.૨૫ લાખ રોકડાં રૂપિયા મળી ૧૧.૭૨ લાખનો હાથફેરો કરી નેપાળી કામવાળી ફરાર થઈ ગઈ છે. બનાવ અંગે ફરિયાદ નોંધાતા આદિપુર પોલીસે ફરાર કામવાળીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. ચોરી કરીને કામવાળી બાઈ કચ્છ બહાર નાસી ગઈ હોવાનું પોલીસ માની રહી છે.

આદિપુરના વર્ડ 6-સીમાં રહેતા ગગનપ્રીતસિંઘ ઓલક કસ્ટમ ક્લિયરન્સને લગતી કામગીરીની ફર્મ ચલાવે છે. તેઓ પત્ની અને માતા પિતા સાથે આદિપુરમાં રહે છે. કામવાળી બાઈ સલીના માલા (રહે. પીપરી, પૂણે. મૂળ રહે. નેપાળ) પણ આખો દિવસ ઘરઘાટી તરીકે ઘરમાં રહેતી હતી. ગઈકાલે ગુરુવારે ગગનભાઈ કામકાજ અર્થે મુંદરા ગયેલા ત્યારે બપોરે સવા એકના અરસામાં પત્નીએ ફોન કરેલો કે ઘરના નીચેના અને ઉપરના રૂમના કબાટના ડ્રૉઅર તૂટેલી હાલતમાં છે અને બધો સામાન વેરવિખેર પડ્યો છે. કામવાળી બાઈ સલીના લાપત્તા છે.

ગગનભાઈએ હાંફળા ફાંફળા થઈને ઘરે પરત ફરીને ચેક કરતાં કામવાળી બાઈ સોનાની રીયલ ડાયમંડવાળી બુટ્ટી, સોનાનું નાનું કડું, સોનાની રીયલ ડાયમંડ રીંગ, સોનાની રીંગ અને પેન્ડન્ટ, ચાર પાસપોર્ટ તથા બંને રુમમાં રાખેલી ૪.૨૫ લાખની રોકડ રકમ મળી કુલ ૧૧.૭૨ લાખ રૂપિયાની માલમતા ચોરી ગઈ હતી.

ઘરની મૂલ્યવાન ચીજવસ્તુ ચોરીને સલીના ગાયબ થઈ ગઈ હતી. બનાવ અંગે આજે તેમણે આદિપુર પોલીસ મથકે સલીના વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. પીઆઈ એમ.સી. વાળાએ જણાવ્યું કે લાપત્તા સલીનાને શોધવા માટે ચોમેર તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સલીના સંભવતઃ કચ્છ બહાર સરકી ગઈ છે.

Share it on
   

Recent News  
રાપરમાં છરીની અણીએ પંગુ વેપારીને લૂંટનાર ત્રણ ઝડપાયાં: અંગત અદાવતમાં બન્યો બનાવ
 
કંડલામાં ટીમ્બર ભરેલાં જહાજમાં ફ્યુમિગેશન સમયે ઝેરી ગેસથી ત્રણ મજૂરનાં મોત
 
બેન્કમાંથી બારોબાર ૬.૫૨ લાખ ઉપડી ગયાં! અંજારના વેપારી અને તેના ભાભી જોડે ઠગાઈ